ફીફા કાઉન્સિલની ચૂંટણી ૬ એપ્રિલે, એઆઈએફએફના અધ્યક્ષ સામેલ થઇ શકે

0
10

કુઆલાલમ્પુર,તા.૧
ઓલ ઇન્ડિયન ફુટબોલ ફેડરેશન (એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થઈ શકે છે. ફીફા એક્ઝિક્યૂટિવ કાઉન્સિલની ચૂંટણી છ એપ્રિલ (શનિવાર)એ કુઆલાલંપુરમાં યોજાશે. પ્રફુલ પટેલને અહીં જગ્યા મળે તો તે તેમાં સામેલ થનાર પ્રથમ ભારતીય હશે. એક્ઝિક્યૂટિવ કાઉન્સિલ ફીફાની સૌથી મોટી કમિટી છે. કાઉન્સિલમાં પસંદ કરાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ ૨૦૧૯થી ૨૦૨૩ સુધી હશે.
કાઉન્સિલમાં જગ્યા મેળવવાની રેસમાં એશિયન ફુટબોલ કંફેડરેશન (એએફસી)ના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલ સિવાય ચીન, ઈરાન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, કતર અને સાઉદી અરબના પદાધિકારીઓ પણ છે. તેમાંથી પાંચ સભ્યોને ફીફા કાઉન્સિલમાં સ્થાન મળશે.
એઆઈએફએફના ઉપાધ્યક્ષ સુબ્રતો દત્તાએ કહ્યું, પ્રફુલ પટેલને એએફસી અધ્યક્ષ સહિત ઘણા સભ્યોનું સમર્થન મળશે. એઆઈએફએફના ત્રીજી વખત પ્રમુખ બનેલા પ્રફુલ પટેલનો કાર્યકાળ ૨૦૨૦ સુધીનો છે. ૨૦૧૭માં અન્ડર-૧૭ વિશ્વકપનું આયોજન તેમના કાર્યકાળની સિદ્ધિ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY