બેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં સમીર વર્માની હાર

0
6

કુઆલાલમ્પુર,તા.૨
ભારતના સમીર વર્માને મલેશિયા ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો હતો.
સમીરે તેને ૬૫ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૦-૨૨, ૨૩-૨૧, ૧૨-૨૧થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રણવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીએ મિક્સ્ડ ડબલ્સમાં આયર્લેન્ડે સૈમ મૈગી અને ચોલે મૈગીને ૨૨-૨૦, ૨૪-૨૨થી પરાજય આપ્યો હતો.
ભારતીય શટલર સમીરે પ્રથમ ગેમ ૨૨-૨૦થી હારી ગયો પરંતુ તેણે બીજી ગેમમાં વિરોધી ખેલાડીને પડકાર આપતા ૨૩-૨૧થી જીત મેળવી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં તેનો ૧૨-૨૧થી પરાજય થયો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY