બ્યૂટી ક્વિન સાથે લગ્નની અટકળો વચ્ચે મલેશિયાના સુલ્તાને પોતાનું પદ છોડ્યું

0
7

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ
કુઆલાલામ્પુર,તા.૭
રશિયાની પૂર્વ બ્યૂટી ક્વિન સાથે લગ્નની અટકળો વચ્ચે મલેશિયાના રાજા સુલ્તાન મોહમ્મદ વી એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. શાહી અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. ૪૯ વર્ષીય સુલ્તાનના રાજીનામાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી.
બ્રિટન પાસેથી ૧૯૫૭માં આઝાદી મળ્યા પછી આ દેશમાં કોઈ રાજાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોય તેવો પ્રથમ બનાવ છે. ઉલ્લેખનીય છે કે રાજાએ નવેમ્બરમી શરુઆતમાં બે મહિનાની રજા લીધી હતી. જે પછી અફવા ચાલી હતી કે તેમણે રશિયાની એક પૂર્વ બ્યૂટી ક્વિન સાથે લગ્ન કરી લીધા છે.
રોયલ હાઉસહોલ્ડના નિયંત્રક વાન અહમદ દહલાન અબ્દુલ અજીજ તરફથી આવેલા નિવેદન પ્રમાણે મોહમ્મદે મલેશિયાની જનતાને કહ્યું છે કે એકતા, સહનશીલતા અને મળીને કામ કરવા માટે એકજુટ રહેજા. જોકે તેમણે પોતાના પદેથી કેમ રાજીનામું આપ્યું તે વિશે કહ્યું નથી.
સુત્લાને ડિસેમ્બર ૨૦૧૬માં સત્તા સંભાળી હતી. મલેશિયા એક સંવૈધાનિક રાજાશાહી રાષ્ટ્ર છે. દેશમાં દર પાંચ વર્ષે નવા રાજની નિમણુક થાય છે. આ માટે મલેશિયાના નવ રાજ પરિવારમાંથી કોઈ રાજા બને છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY