તા. ૧૪ જુલાઇને શનિવારે નીકળનારી જગન્નાથ મંદિરથી સરસપુર સહિતના રથયાત્રા રૃટ ઉપરના જાહેરમાર્ગો તા. ૧૩ અને ૧૪ના રોજ નો પાર્કિંંગ ઝોન
ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છ ત્યારે જગન્નાથ મંદિરમાં તથા સરસપુર રણછોડજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહર પોલીસે પણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે મંદિરના તથા સ્થાનિક આગેવાનો સાથે બેઠકો શરૃ કરીને રથયાત્રા રૃટ પર ૮૦થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવીન અર્ધ લશ્કરી દળ સહિતટ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. બીજીતરફ રથયાત્રા સમગ્ર રૃટ પર તા. ૧૩ અને ૧૪ના રોજ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકીને નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રાને લઇને જમાલપુર જગન્નાથ મંદિરમાં ત્રણેય રથોને સજાડવાની તથા ભક્તજનો માટે પ્રસાદ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. સરસરપુરમાં રણછોડજી મંદિરમાં બપોરે ભગવાનના મામેરા માટે તથા પોળોમાં જમણવારની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. બીજીતરફ શહેર પોલીસ તરફથી ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં પોળો, શેરીઓમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતીની બેઠકો યોજવામાં આવી છે. આ વખતે પણ હિન્દુઓની સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર પોલીસેેે અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી લઇને કહેવાતા સંવેદનશીલ દરિયાપુર શાહપુર સહિતના રૃટ પર ઠેર ઠેર ૮૦થી વધુ સીસીટીવી લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અમદાવાદ શહેરમાં આ વખતે એસઆરપી, આરએએફ અને ૭ એસપી, ૨૫ ડીસીપી, ૭૫ પીઆઇ, ૧૫૦થી વધુ પીએસઆઇ તથા ૫૦૦૦થી વધુ હોમગાર્ડ સહિત પોલીસ જેમાં મહિલા પોલીસ પણ સાદા ડ્રેસમાં ફરજ બજાવશે. રથયાત્રાને લઇને તા.૧૩ તથા ૧૪ જુલાઇના રોજ જાહેર કરાયેલા નો પાર્કિગ ઝોનમાં જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, બીઆરટીએસ રૃટ સહિત મદનગોપાલની હવેલી,રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ ઓવરબ્રિજ, સરસપુર પ્રેમદરવાજા, જોર્ડન રોડ તથા દિલ્હી ચકલાથી શાહપુર ચકલા સુધી તેમજ રંગીલા ચોકીથી આર.સી.હાઇસ્કૂલથી ઘી કાંટા, પાનકોરનાકા, સાંકળીશેરી નાકે થઇ માણેકચોક દાણાપીઠ, ખામાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તારનો સમાવેશ થાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



