જયલલિતા મૃત્યુ કેસ ; એપોલો હોસ્પિટલમાં જે રૂમમાં રખાયા હતા તેની તપાસ થશે

0
95

ચેન્નાઈ,તા.૧૫
એઆઇએડીએમકેના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના મોતની તપાસ કરી રહેલ એક સભ્યની સમિતિ અને વી. કે. શશીકલાના બે વકીલો ૨૯મી જુલાઇએ એપોલો હોસ્પિટલમાં જયલલિતાને જે રૂમમાં રખાયા હતા, એ રૂમની તપાસ કરવા જશે.
પેનલના બે વકીલોએ હોસ્પિટલની મુલાકાત લેવાની કરેલી અરજીને એક સભ્યના કમિશનના પ્રમુખ જસ્ટિસ અરમુઘાસ્વામીએ મંજૂર કરી હતી અને શશીકલાની તરફથી બે વકીલો ૨૯મી જુલાઇએ હોસ્પિટલનું નિરીક્ષણ કરવા જશે.
એ રૂમ સિવાય, ઇમરજન્સી અને આઇસીસીયુ વાર્ડ, સરકારી અધિકારીઓ, પ્રધાનો અને શશીકલા આવજા કરતા હતા, એ માળનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. નિરીક્ષણનો હેતુ કમિશન સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાને પ્રત્યક્ષ સરખાવવા માટેનો છે.
ડિસેમ્બરમાં જયલલિતાને હોસ્પિટલમાં બતાવતો વીડિયો લીક થયા બાદ મોટો વિવાદ થયો હતો અને એ ઉપલક્ષ્યમાં આ મુલાકાતનું મહત્વ વધી જાય છે. જયલલિતાના મોત બદલ અનેક લોકો તરફથી શંકા ઊભી કરાયા બાદ જયલલિતાના મોતની તપાસ કરવા માટે તમિળનાડુ સરકારે ગયા વર્ષે જસ્ટિસ અરમુઘાસ્વામીની એક સભ્યવાળી પેનલનું ગઠન કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY