વડોદરા,
તા.૨૨/૦૩/૨૦૧૮
અમરનાથ જતી ટુરિસ્ટ બસો માટે પરિવહન મંત્રાલય જમ્મુ અને કાશ્મીર તેમજ અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી આદેશ જારી કરવામાં આવ્યો છે. તે અનુસાર ગુજરાતમાંથી અમરનાથની યાત્રાએ બસ દ્વારા જતાં આ નિયમો ફરજિયાત બનાવાયા છે. જેને ટુર ઓપરેટરો સારા તો ગણાવે છે પણ પોસાય તેવા ન હોય શું કરવું તે વિશે મુંઝવણ અનુભવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે વલસાડની બસ પર અમરનાથમાં આતંકી હુમલો થયો હતો.
ગત વર્ષે વલસાડની બસ પર અમરનાથ યાત્રા દરમિયાન થયેલા આતંકી હુમલા બાદ આ વર્ષે પરિવહન મંત્રાલય તરફથી આદેશ કરવામાં આવ્યો છે કે અમરનાથ જતી બસના ચાલક અને કંડકટરે બુલેટપ્રુફ જેકેટ હોવું ફરજીયાત છે. તેની સાથે સાથે બીજા પણ અનેક નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. જાકે ટુર ઓપરેટરોને સરકારના કાયદા તઘલખી લાગી રહ્યા છે.
અમરનાથ યાત્રા સાઈન બોર્ડ ની મંજૂરી હોય તેને પરમીટ આપવું, એન આઈ સી પોર્ટલ ઉપર ઓનલાઇન વિગત અપલોર્ડ કરવી, બસ આઠ વર્ષ થી જૂની ના હોવી જાઈએ, બસની સ્ટોપર ઉપર ના ભાગે ખૂણામાં લગાવી, ૧૩ વર્ષથી નીચે અને ૭૫ વ ના ઉપરના ઉંમર વાળાને પરવાનગી ના આપવી, ડ્રાઇવરની ઉંમર ૫૦થી વધુ ના હોવી જાઈએ.
અમરનાથની યાત્રામાં વડોદરા સહીત રાજ્યમાંથી લાખો ભાવિક ભક્તો જતા હોય છે. દર વર્ષે સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક નિર્ણય લેવામાં આવે છે પરંતુ ગયા વર્ષે રાજ્યની બસ પર થયેલા આતંકી હુમલા બાદ ટુર ઓપરેટરને બસ ચાલકો માટે નવા નિયમ બનાવામાં આવ્યા છે. જાકે કોઈ પણ નિયમથી જા લોકોની સુરક્ષા વધારાતી હોય તો કઈં ખોટું નથી. પરંતુ એમાં કોઈ એવી વસ્તુ હોય છે કે પ્રેÂક્ટકલ હોતી નથી. તેનેજ કારણ આજે વડોદરાના ટુર ઓપરેટર નારાજ છે. કારણ છે કે નવા કાયદામાં બુલેટ પ્રુફ જેકેટની વાત કરવામાં આવી છે પરંતુ આ જેકેટ ક્્યાંથી લેવાના? સરકાર ભાડે આપશે કે કેમ ? એ સવાલ ટુર ઓપરેટરોના મનમાં ઉઠી રહ્યા છે. કારણકે આ જેકેટ ૧.૫ લાખ રૂપિયાનું આવે છે. આટલી મોટી રકમ કોઈને પોસાય તેમ નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"