બોક્સ આૅફિસ નહીં, ઓડિયન્સનો પ્રેમ મહત્વનો છે : સાન્યા મલ્હોત્રા

0
47

મુંબઈ,તા.૬
અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે મારા માટે બોક્સ આૅફિસના આંકડા નહીં, ઓડિયન્સનો પ્રેમ વધુ મહ¥વનો છે. હું જે સ્થાન પર છું એનાથી મને સંતોષ છે.
બન્યું એવું કે તાજેતરમાં એની વિશાલ ભારદ્વાજ નિર્દેશિત ફિલ્મ પટાખા રજૂ થઇ પરંતુ બોક્સ આૅફિસ પર એને ધાર્યો પ્રતિભાવ મળ્યો નહીં. ચરણ જિત સિંઘ પથિક લિખિત ટૂંકી વાર્તા પર આધારિત આ ફિલ્મમાં બે સગ્ગી બહેનો વચ્ચેની સ્પર્ધાની કથા છે. એક બહેનનો રોલ સાન્યાએ કર્યો છે.
સાન્યાની પહેલી ફિલ્મ દંગલ સુપરહિટ રહી હતી. જા કે એ સોલો હીરોઇન ફિલ્મ નહોતી. એમાં એની સાથે ફાતિમા સના શેખ હતી જે હાલ આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે ઠગ્સ આૅફ હિન્દુસ્તાન ફિલ્મ કરી રહી છે. સાન્યાએ કÌšં કે મને ફાતિમાની પ્રગતિનો પણ ખૂબ આનંદ થાય છે. મારી હાલની પ્રગતિથી હું સંતુષ્ટ છું. મને ઝડપભેર એ લિસ્ટની અભિનેત્રી બનવાની કોઇ હાયવોય નથી.
‘બોક્સ આૅફિસના આંકડાને હું ઝાઝું મહ¥વ આપતી નથી. મને સોશ્યલ મિડિયા પર જે પ્રકારના શુભેચ્છા સંદેશા અને અભિનંદનના મેસેજ મળે છે એ પરથી હું સમજી શકું છું કે મારી ફિલ્મો પણ લોકોને ગમે છે. મારા માટે ઓડિયન્સનો પ્રેમ વધુ મહત્વનો છે’ એમ સાન્યાએે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY