ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ એલ.સી.બી ભરૂચ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ધડુક નાઓના માગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.એ.એસ.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ. વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસો પ્રોહી.જુગાર ની પ્રવૃતિ અટકાવવા સારૂ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બીના હે.કો.ચંદ્રકાંતભાઇ ને બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે તા-ર૩/૧૨/ર૦૧૮ ના રોજ ભરૂચ શીતલ સર્કલ પાસેથી ભરૂચ 506 પોલીસે એક ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ એક ઇકો કાર ઝડપી પાડેલ જે બાબતે ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે.ગુનો દાખલ કરવામા આવેલ જે ગુનામા વોન્ટેડ બે આરોપી (૧) મોહમદજુબેર ઉર્ફે હજી અબ્દુલરસીદ મલેક,રહે-મદીના હોટલ નીચે,મલેકવાડ, મસ્જીદ ની સામે,ભરૂચ તથા(૨) શાહરૂખ ઇસ્માઇલ કુરેશી અંક્લેશ્વર ખાતે આવેલ હોવાની હકીકત આધારે વોચમા રહી ઉપરોક્ત બન્નેને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





