સેવાકીય ક્ષેત્રે બન્ની-પચ્છમના યુવાનોમાં અનેરો જુસ્સો : ખાવડામાં બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો

0
56

ભુજ કચ્છ : ભુજ તાલુકાના અંતરીયાળ અને સરહદી બન્ની પચ્છમ વિસ્તારમાં હવે સેવાકીય ક્ષેત્રે યુવાનોની ટીમ સજ્જ થઈ ચૂકી છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી રહેલા બન્ની પચ્છમના યુવાનો હવે સેવાકીય ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે અને આફત કે મુસીબતના સમયે માનવતાનું રક્ષણ થાય તેવા ઉમદા ઉદ્દેશથી બ્લડ ડોનેશનની પ્રવૃત્તિમાં સરહદી વિસ્તારના યુવાનો હોંશે હોંશે જોડાઈ રહ્યા છે.એક તરફ અકસ્માતો અને વિવિધ રોગોના દર્દીઓ માટે લોહીની જરૂરીયાત વધી રહી છે ત્યારે ભુજ શહેરની સંસ્થાઓને ટક્કર મારે તેવી રક્તદાનની ઉમદા કામગીરી સરહદી ગામોમાં વસતા યુવાનો સમયાંતરે જંગી બ્લડ ડોનેશન કરીને માનવતા મહેકાવે છે.

આજે ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પચ્છમ યુવા બ્લડ ગ્રુપ અને એકતા બ્લડ ગ્રુપના સંયુકત આયોજન થકી બીજું બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું.પ્રથમ કેમ્પની જેમ જ આજના બીજા કેમ્પમાં પણ બન્ની પચ્છમના યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કર્યું હતું.આ રકતદાન કેમ્પમાં પચ્છમ વિસ્તાર અને બન્નીના ધોરડો તેમજ ગોરેવાલીના યુવાનોએ ભાગ લીધો હતો.યુવાનોની સેવાભાવના જોઈ ખાવડાના વેપારીઓ અને શિક્ષકો પણ રક્તદાન કરવા પ્રેરાયા હતા.સવારના ૧૦:૩૦થી બપોરના ૧:૧૫ વાગ્યા સુધીમાં ૨૭૦૦૦ સીસી રક્ત એકત્ર કરાયું હતું.આ ઉમદા કાર્યને સફળ બનાવવા એકતા બ્લડ ગ્રુપ માધાપરની ટીમ અને પચ્છમ યુવા બ્લડ ગ્રુપ તેમજ પચ્છમના જાગૃત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

જી.કે.જનરલ હોસ્પિટલની ટીમ અને ખાવડા સીએચસીના ડો.રાજેશ વર્માએ સહયોગ આપ્યો હતો.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY