ભરત શાહ દ્વારા…
33 રાજ્યોના ભવન માટેની માપણીનો સર્વે અધિકરીઓ માટે માથાનો દુખાવો : ગ્રામજનોએ બીજીવાર અધિકારીઓને ભગાડ્યા
કેવડિયા ગામ તરફ માપણી કરતા અધિકારીઓને કેવડિયા ગામલોકોએ ફરી તગેડ્યા : જો હવે આવ્યા તો ખેર નથી
અમારે વળતર નથી જોઈતું નથી બીજી જમીન જોઈતી, અમે એક ટુકડો જમીન આપવા નથી માંગતા : ગ્રામજનોનો એક સુર
રાજપીપળા : અમારે વળતર નથી જોઈતું , ીજી જમીન નથી જોઈતી, અમે એક ટુકડો જમીન આપવા નથી માંગતા કહી કેવડિયા સહીત ગામોમાં આદિવાસીઓનો એક સુર બની રહ્યો છે અને હવે ગ્રામજનો અધિકારીઓને કોઈપણ કામ કરવા દેવા માંગતા નથી કોઈ પણ પ્રકારનું સર્વે કે માપણી થતી હોય ત્યાં પહોંચી વિરોધ કરી અધિકારીઓને ભગાડે છે આજે ભારત ભવન થી કેવડિયા ગામ તરફ ફરી માપણી કરવા જતા અધિકારીઓને ગ્રામજનોએ ભગાડ્યા તાજેતરમાંજ અધિકારીઓ સાથે આ બીજી ઘટના બની કે જેમણે કામગીરી અટકાવી ભાગવું પડ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે દેશના 33 રાજ્યોના 33 ભવનો કેવડિયા ખાતે બનાવવાના છે જે માટે કેવડિયા ગામ હટાવવાની સરકારની ગતિવિધિ છે ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી હવે પોતાની પાસેની એક પણ જમીનનો ટુકડો આપવા આદિવાસીઓ માંગતા નથી એક સપ્તાહ પહેલા અધિકારીઓ ને માપણી કરતા આદિવાસીઓએ અટકાવ્યાં અને ભગાડ્યા હતા. જ્યારે બીજીવાર આ આધિકરીઓ પરત આવી કેવડિયા ગામ ભારત ભવન તરફ સર્વે કરવા લાગ્યા ત્યારે ફરી ગ્રામજનો એ આજે ભગાડયા અને હવે ક્યારે અહીંયા માપણી કરવા ના આવતા કહી ગ્રામજનોએ ધમકાવ્યા હતા. ત્યારે સરકાર હવે કેવડિયા કોલોનીની જગ્યા એ કઈ નવું બનાવે અથવા ભારત ભવન સિવાય કોઈ નવું ભવન ના બનાવે એવી માંગ પણ ઉઠી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





