કન્યાકુમારી થી કાશ્મીર સુધી નીકળેલ કોગ્રેસની યુવા ક્રાંતિ યાત્રા સુરત જિલ્લાના મૌજા ગામ ખાતેથી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોંચી હતી.ત્યાં યુવા ક્રાંતિ યાત્રાના જિલ્લામાં પ્રવેશતા યુવા કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાઇક રેલી યોજી યાત્રાનું સ્વાગત કર્યું હતું.
દેશમાં હાલની કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રોજગારી આપવી, ખેડૂતોના દેવા માફી, મોંઘવારી દૂર કરવાના આપેલા વચનોમાં નિષ્ફ્ળ ગઈ છે. જેના કારણે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશમાં કન્યાકુમારી 17 ડિસેમ્બરે ચાલુ થયેલી યુવા ક્રાંતિ યાત્રા સમગ્ર દેશના રાજ્યોમાં ફરીને 30મી જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીર પહોંચનાર છે.જે યાત્રા 12મી જાન્યુઆરીના શનિવારના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેના સ્વાગતમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય બાઈક રેલી સ્વરૂપે નેત્રંગ ખાતે આવી પહોંચી હતી.ત્યાર બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કેશવચંદ યાદવ ઉપ પ્રમુખ શ્રીનીવાસન યુવા ગુજરાત પ્રમુખ ગુલાબ સિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મુખ્યત્વે પાંચ જેટલા મુદ્દાઓ રહ્યા હતા.જેમાં વર્તમાન મોદી સરકાર સામે રાફેલ મામલો તેમજ ૨ કરોડ યુવાનોને રોજગાર સહિત ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.
યુવા ક્રાંતિ યાત્રા સંમેલનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા,જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાન, નાઝુ ફડવાલા સહિત મોટી સંખ્યામાં કોંગી હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





