ભુજ કચ્છ: ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.કે.ખાંટના માર્ગદર્શન હેઠળ જખૌ પો.સ્ટે.ના પીએસઆઈ આર.યુ.ઝાલા તથા એ.એસ.આઈ. કાન્તુભાઈ પટેલ,ધવલકુમાર સેંઘલ,ઉમેશકુમાર નકુમ,કિરીટસિંહ વાઘેલા વિગેરે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો. ધવલકુમાર સેંઘલની હકિકત આધારે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા દરોડા દરમિયાન છ ઇસમો (૧) રમેશભાઇ ટોકરશી શાહ ઉ.વ.૬૬ (૨) નિતીનભાઇ લક્ષ્મણભાઇ બાવાજી ઉ.વ.૩૩ (૩) સુલતાન સતાર કેર ઉ.વ.૨૨ (૪) નવુભા કલ્યાણજી અબડા ઉ.વ.૩૨ (૫) ભીખુભા જીવણજી અબડા ઉ.વ.૪૦ (૬) પ્રફુલભાઇ મેઘજી શાહ ઉ.વ.૫૧ રહે, તમામ જખૌ તા-અબડાસા વાળાઓના કબ્જામાથી રોકડા રૂ.૧૧૬૮૦/- તથા મોબાઈલ નંગ-૦૪ તથા મો.સા.-૧ એમ કુલ્લે મુદામાલ રૂ.૩૩૬૮૦/- સાથે જુગાર રમતા પકડી પાડી ધોરણસર અટક કરેલ છે.
ગૌતમ બુચિયા
ચીફ રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫/૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





