પુલવા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અપર્ણ કરવા સાથે મનપાનું ૫૭૪૯ કરોડનું બજેટ ચર્ચા વગર સર્વાનૂમતે મંજૂર

0
18

સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સામાન્ય સભામાં ચર્ચા વગર માત્ર ૧૦ મિનિટમાં બજેટ સર્વાનૂમતે મંજૂર કરી દેવાયું
સુરત, તા.૧૫
આજરોજ સવારે દસ કલાકે નિર્ધારિત સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભામાં ગતરોજ જમ્મુ – કાશ્મીરની પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફના ૪૪ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સભા અધ્યક્ષ મેયરે ડાયસના બદલે નીચે ખુરશીઓ મુકાવી હતી અને વિપક્ષી નેતા સહિત ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ, શાસક પક્ષ નેતા, દંડક સહિતના પદાધિકારીઓને બોલાવી શોકદર્શક દરખાસ્ત રજૂ કરી હતી. મેયર ડો. જગદીશ પટેલે શોક દર્શક દરખાસ્ત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગતરોજ કાશ્મીરના પુલવામામાં સઆરપીએફની કંપની ઉપર ૩.૩૭ વાગ્યાના સુમારે આત્મઘાતી આતંકવાદી હુમલો થયો હતો. જેમાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા હતા. આ હુમલો સીઆરપીએફ કે પુલવામા પર નહોતો, પરંતુ દેશ ઉપર અને ભારતના તમામ નાગરિકો ઉપર આ આતંકી હુમલો હતો. આખા બનાવમાં જે દૃશ્યો સર્જાયા તે સામાન્ય નાગરિકને વિહવળ કરનારા હતા. સુરક્ષા જવાનોની સતર્કતાથી નિરાંતે ઉઘનારા અસંખ્ય દેશવાસીઓ નાગરિકો ગત રાત્રિ ઊંઘી શક્યા નથી. આપણી તમામ ઊંડી સંવેદના સીઆરપીએફના શહીદ થયેલ જવાનોના પરિવારો સાથે છે. આ જઘન્ય આત્મઘાતીકૃત્ય જૈશ મોહંમદ દ્વારા કરવામાં આવ્યું હોવાની સ્વીકૃતી કરવામાં આવી છે. દેશના નાગરિકો અને સુરક્ષા જવાનો પોત પોતાની ભૂમિકા અદા કરી બદલો લઈ શકાય તેવી લાગણી સમગ્ર દેશમાં છે. શહીદ થયેલ જવાનોના પરિવારો સાથે સમગ્ર દેશ ખભેખભા મીલાવીને ઊભો છે અને પરિવારને આપી પડેલ દુઃખમાં સહભાગી છે. કોઈપણ પ્રકારના પગલાં લેવા માટે આપણે તેમની સાથે છીએ.
ત્યારબાદ સામાન્ય સભામાં બીજી શોક દર્શક દરસ્ખાસ્ત માટે સભાધ્યક્ષ દ્વારા વિપક્ષી નેતા પપન તોગડિયાને તક આપી હતી. પપન તોગડિયાએ સભાગૃહમાં જણાવ્યું કે, ગતરોજ પુલવામા ખાતે આતંકી હુમલામાં ૪૪ સૈનિકો શહીદ થયા છે. બોર્ડર ઉપર સૈનિકો જાગતા હોય ત્યારે દેશવાસીઓ શાંતિથી ઊંઘી શકે છે. આજે ૪૪ સૈનિક પરિવારો પર આવી પડેલી આફતમાં સમગ્ર દેશ તેમની સાથે છે પાડોશી દેશમાંથી જૈશ મોહંમદના આતંકીઓ દ્વારા હિચકારા કૃત્ય કરવામાં આવ્યું છે. સમગ્ર દેશ ઊંડા શોકની લાગણી અનુભવી રહ્ના છે. સુરત મહાનગરપાલિકા પણ શોક વ્યકત કરી પરિવારોને જેમ બને તેમ દદ કરી ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરે.
ત્યારબાદ સભાધ્યક્ષ ડો. જગદીશ પટેલ દ્વારા સભાગૃહમાં હાજર તમામ સભ્યોનેએકબીજાની નજીક કતારબંધ ઊભા રાખીને એકબીજાના હાથ પકડી સામાન્ય સભાના એજન્ડા ઉપરના તમામ કામો સર્વાનૂમતે મંજૂર કરાવી સભા અનિત સમય માટે મુલતવી રાખી હતી.
આજની સામાન્ય સભાના એજન્ડામાં સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું ૫૭૪૯ કરોડ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૪૯૫ કરોડનું બજેટનો પણ સમાવેશ થાય છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે કામો સર્વાનૂમતે મંજૂર કરાવી સભા અનિત સમય માટે મુલતવી રાખી હતી.
આજની સામાન્ય સભાના એજન્ડામાં સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું ૫૭૪૯ કરોડ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૪૯૫ કરોડનું બજેટનો પણ સમાવેશ થાય છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત એક પણ ચર્ચા વગર બજેટ સર્વાનૂમતે મંજૂર થતા સભા ગણતરીના મિનિટોમાં પૂર્ણ થઈ હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY