વિકાસના કામો કરવા સુરત મનપાનાં ૨૦૦ કરોડના બોન્ડ

0
7

સુરત,તા.૨૮
ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગર પાલિકાએ વિકાસના કામો કરવા માટે કરવેરા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાંટ ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે મનપાએ અલગ રીતે ભંડોળ મેળવવા માટે હાલમાં જ ૨૦૦ કરોડના બોન્ડ જાહેર કર્યા હતા. પાલિકાને આ બોન્ડ થકી ૨૦૦૦ કરોડ મળવાની આશા હતી, જાકે દોઢ કલાકના ટૂંકા ગળામાં પાલિકાને ૧૧૩૫ કરોડનું બિડીંગ મળ્યું છે, જેના પર તે ૮.૬૮ ટકાનું વાર્ષિક વ્યાજ બોન્ડ લેનારાઓને ચૂકવશે.
સુરત મહાનગર પાલિકાએ પોતાના વિકાસના કામો કરવા માટે બોન્ડ બહાર પાડવાનો નવો રસ્તો અપનાવ્યો છે. અત્યાર કરવેરા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાંટ ઉપર નિર્ભર રહેવું પડતું હતું. જાકે હવે બોન્ડ થકી મનપા વિકસના કામો કરશે. મહત્વનું છે કે, ક્રીસીલે જે એક એજન્સી છે તને સુરત મહા નગર પાલિકાને એએ પ્લસ રેટીંગ આપતાં બોન્ડ બહાર પાડવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની આ કવાયત બાદ બીકેસીમાં બિઝનેસ સમિટમાં પાલિકા પ્રેજન્ટેસન કર્યું. આ સાથે જ ૨૦૦ કરોડ રૂપિયાના બોન્ડ બહારનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
પાલિકાને ૨ હજાર કરોડનું બીડીંગ મળશે એવી આશા હતી. જા કે માર્કેટમાં થયેલા ઉતાર-ચઢાવના કારણે બીડીંગ ૧૧૩૫ કરોડ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે જ્યારે ૨૦૦ કરોડના બોન્ડ ઇશ્યુ કર્યા છે. ત્યારે પાલિકાને પ્રથમ ૨૦૦ કરોડ મળી જતાં કેન્દ્ર સરકાર ૧૦૦ કરોડના બોન્ડ પર ૧૩ ટકા એટલે કે ૧૩ કરોડ ગ્રાન્ટ આપશે. આમ ૨૦૦ કરોડના બોન્ડ પર પાલિકાને ૨૬ કરોડની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ પાલિકા વિકાસ કામની પાછળ ખર્ચશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY