ડીઝલ ચોરીના બે આરોપીઓને પકડીને ભુજ એલ.સી.બી.એ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલ્યો

0
338

ભુજ કચ્છ: આ ડીઝલ ચોરી આજથી એકાદ માસ પહેલા અકબર ઇબ્રાહિમ સમા તથા રીયાઝ રાયબ સમા અને અમારી સાથે મજીદ બીધીયા સમા, રહે.નાનદિનારા, (ખાવડા), તા.ભુજવાળા એમ ત્રણેય જણાએ રાત્રીના ભાગે અમનનગર ચાર રસ્તા હિના પાર્કની બાજુમાં પડેલ ટેમ્પાઓમાંથી ડિઝલ ચોરી કરેલાની કબુલાત કરી છે.

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા આત્મારામ સર્કલ પાસે આવતા અત્યંત સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, એક સીલ્વર કલરની સ્કોર્પીયો કાર રજીસ્ટ્રેશન નં.જીજે-૧૨-એકે-૯૯૮૫ વાળીમાં બે ઇસમો નામે અકબર ઇબ્રાહિમ સમા તથા રીયાઝ રાયબ સમા, રહે.બંન્ને ખાવડા, તા.ભુજવાળાઓ ર્સ્કોપીયો ગાડીમાં ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના કેરબા ભરી માધાપર હાઇવેથી થઇ આત્મારામ સર્કલ પાસેથી નીકળનાર છે. જે મળેલ બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી આત્મારામ સર્કલ પાસે વોચમાં હતા દરમ્યાન બાતમી હકીકત વાળી સીલ્વર કલરની ર્સ્કોપીયો ગાડી આવતા જેને રોકાવી અંદર ડ્રાઇવિંગ સીટ પર બેસેલ ઇસમનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ અકબર ઇબ્રાહિમ સમા, ઉ.વ.ર૩, ધંધો-ડ્રાઇવિંગ, રહે.નાનાબાંધા, નવાવાસ, ખાવડા, તા.ભુજવાળો તથા બીજા ઇસમનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ રીયાઝ રાયબ સમા, ઉ.વ.રર, ધંધો-ડ્રાઇવિંગ, રહે.ખાવડા, તા.ભુજ વાળો હોવાનું જણાવેલ અને ર્સ્કોપીયો ગાડીની પાછળના ભાગે જોતા બ્લુ કલરના ૩૫-૩૫ લિટરની ક્ષમતાના આઠ કરેબા પડેલ હોય જે તમામ કેરબા ખોલી જોતા તેમાં ડિઝલ ભરેલ હોય મજકુરોને આ કેરબાઓમાં રહેલ ડિઝલ બાબતેના આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવા જણાવતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તથા મજકુર ઇસમોની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા આ ડીઝલ આજથી એકાદ માસ પહેલા અમો બંન્ને તથા અમારી સાથે મજીદ બીધીયા સમા, રહે.નાનદિનારા, (ખાવડા), તા.ભુજવાળા એમ ત્રણેય જણાએ રાત્રીના ભાગે અમનનગર ચાર રસ્તા હિના પાર્કની બાજુમાં પડેલ ટેમ્પાઓમાંથી ડિઝલ ચોરી કરેલાની કબુલાત કરતા હોઇ જે બાબતે ખરાઇ કરતા

આ ડિઝલ ચોરી બાબતે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી આ મળી આવેલ ડિઝલના કેરબા નંગ-૦૮ માં આશરે ૨૮૦ લિટર ડિઝલ જે એક લીટર ડિઝલ ની કિ.રૂા.૬૦/- ગણી કુલ-૨૮૦, લિટર ડિઝલ ની કિ.રૂા.૧૬,૮૦૦/- તથા ડિઝલની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ ર્સ્કોપીયો ગાડી કિ.રૂા.૨,૦૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂા.૨,૧૬,૮૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર બંન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ-૪૧-૧-ડી મુજબ અટક કરી આગળની તપાસ અર્થે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY