ઉપસ્થિત નેતા શંકરભાઈ ચૌધરી,શંભુપ્રસાદ ટુંડીયા,વાસણભાઈ આહિર
ગરીબોને માનસિક રકમ જાહેર કરીને રાહુલ ગાંધી મજાકનું પાત્ર બન્યાં: શંકર ચૌધરી
ભુજ કચ્છ: ભુજ ખાતે વિજય સંકલ્પ સંમેલન પૂર્વે પત્રકારો સાથે વાતચીતમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતની પ્રજાએ ૨૬ માંથી ૨૬ બેઠકો આપવાનો નિર્ણય કરી લીધો છે,કચ્છમાં પણ યુગ પુરુષ તરીકે મોદીજીએ વિકાસની યાત્રાને વણથંભી બનાવી દીધી છે તેની પ્રતીતિ સૌ કોઈને થાય તે સ્વાભાવિક છે. ત્યારે એક એક કચ્છીને પણ એવું લાગે છે કે ફરીવાર નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન પદે બિરાજમાન કરવા માટે કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાને જંગી બહુમતીથી જીતાડીને કેન્દ્રમાં મોકલવાના સંકલ્પ કરવા માટે આજનો દિવસ છે.
આ વખતે લોકસભાની ચૂંટણીમાં મુખ્યત્વે વિકાસના મુદ્દે તો લડશે સાથોસાથ ખાસ કરીને હિન્દુસ્તાનનું ગૌરવ,સ્વાભિમાન જગાડવાનો કામ જે રીતે મોદીજીએ કર્યું,એટલું જ નહીં દેશની સીમા સુરક્ષિત બની છે, તો ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં આગવું કર્યું છે, ત્યારે આગામી દિવસોમાં દેશને શક્તિશાળી દેશ બનાવવા માટે આગળ વધવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અત્યારે મેદાનમાં નથી, ઉત્તર પ્રદેશમાં તો બે આંકડાની સીટ પર લડી ન શકે તેવી હાલતમાં છે,તો માયાવતી અને મુલાયમને દાનમાં આપેલી સીટો પર લડવું પડે તેવી સ્થિતિ છે,તો બિહાર જેવા રાજ્ય કે જ્યાંથી કેન્દ્રની સરકાર બનતી હોય છે, ત્યારે કોંગ્રેસ કોઈપણ રાજ્યમાં મેદાનમાં નથી એટલે તે ભાજપ માટે પડકાર બનશે તેવી એક પણ જગ્યાએ તેઓ સ્થિતિમાં જ નથી.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ જે રીતે ગરીબોને માનસિક રકમ આપવાની વાત કરી છે,તેને કારણે સૌ કોઈને આશ્ચર્ય તો થાય જ છે. પરંતુ આવી જાહેરાત કરીને તેઓ દેશભરમાં મજાકનું પાત્ર બની ગયા હોવાનું ભુજ ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં હાજરી આપવા આવેલા શંકરભાઇ ચૌધરીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
વિજય સંકલ્પ સંમેલનમાં શંકરભાઈ ચૌધરી,શંભુપ્રસાદ ટુંડિયા,રાજ્યમંત્રી વાસણભાઈ આહિર,કેશુભાઈ પટેલ,ઉમેદવાર વિનોદભાઇ ચાવડા,લક્ષ્મણ સિંહ સોઢા,પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા,ડો.નિમાબેન આચાર્ય,માલતીબેન મહેશ્વરી,વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો સાથે ભાજપના વિવિધ પાંખ અને સેલના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




