મહેસાણા જિલ્લામાં અમદાવાદ એ.સી.બી ત્રાટકી, ડીકોય ટ્રેપ કરી મહેસાણા જિલ્લા ટ્રાફીક અને આરટીઓનું નાક કાપ્યું

0
2247

મહેસાણા જિલ્લામાં હાઈવે પરથી આવતા જતા વાહનો ના વાહનચાલકો પાસેથી દિવસ-રાત ગમે તે સમયે જિલ્લા ટ્રાફીક અને સીટી ટ્રાફિક ના કેટલાક પોલીસકર્મીઓ ઉઘરાણા કરતા હોવાની બૂમ ઉઠવા પામી હતી જેના પગલે આવા જ એક ટ્રક ચાલક દ્વારા અધિક નાયબ નિયામક એએબી ગાંધીનગર ને રજૂઆત કરાતાં તેમની સુચના અને દોરવણી હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આરટી ઉદાવત દ્વારા ડીકોય ટ્રેપ નું આયોજન કરવામાં આવેલ જેના અનુસંધાને શિવાલા સર્કલ મહેસાણા બાયપાસ હાઈવે પર ફરિયાદી ટ્રક ચાલક પાસેથી સો રૂપિયાની લાંચ માગણી કરેલ તેમજ રકમ સ્વીકારી ડિકોય દરમિયાન આરોપીના 1 2 3 4 પકડાઈ ગયેલ છે જેની અંગ ઝડતી કરતાં આરોપી નંબર 1 પાસેથી રૂપિયા 5580 આરોપી નંબર 2 ઝડતીમાં 560, આરોપી 3 ઝડપી માં રૂ 5155 આમ કુલ રકમ રૂ 11, 295 /-મળી આવેલ જે બાબતે આરોપી નંબર 1 યોગેશ કિરીટભાઈ પરમાર આરોપી નંબર 2 ચતુરભાઈ ઉર્ફે બકો શંકરભાઈ નાઈ આરોપી નંબર 3 જયવીરસિંહ બળદેવસિંહ ઠાકોર અ.હે.કો મહેસાણા સીટી ટ્રાફિક શાખા આરોપી નંબર 4 સંજયકુમાર માધુભાઈ ચૌધરી અ પો.કો મહેસાણા સીટી ટ્રાફિક શાખા નાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

અત્રે એ ઉલ્લેખનીય છેકે આ કોઈ મહેસાણા કે એકમાત્ર જિલ્લાની વાત નથી રાત્રી દરમિયાન સમગ્ર હાઈવે રોડ, રસ્તા ઉપર આ પ્રકારના ઉઘરાણા થતા હોય છે જેમાં કાયદેસરનું બહાનું વાહનચેકીંગનું બતાવવામાં આવે છે ત્યારે ગુજરાત ની ભોળી પ્રજા એ જાણવા માગે છે કે રાત મધરાત એવું તે પોલીસ કેવું ચેકીંગ કરે છે અને ચેકિંગ દરમિયાન શું વિગતો બહાર આવે છે કે વાહનો પકડાય છે,ગુના ડિટેકટ થાય છે તેની કોઇ જાણકારી આપવામાં આવતી નથી રોડ રસ્તા ઉપર બેરીકેટ પણ લગાવવામાં આવતા નથી અને ટ્રાફિકના ફોલ્ડરિયા અડધે રસ્તે સુધી દોડી જઇ વાહન વાળાને હાથ કરે છે કેટલાક કિસ્સાઓ એવા પણ બન્યા છે કે વાહન નીચે આવી વ્યક્તિઓ કચડાઈ જાય છે, કચડાઇ જઇ જીવ ગુમાવે છે ત્યારે રાજ્ય સરકાર ફરીથી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એક્ટિવ કરી તેના દ્વારા જ વાહનચેકિંગ કરાવે જે સમયની માંગ છે અન્યથા વાહન ચેકિંગ ને બહાને રોકડી ચાલુ જ રહેશે કેમકે જિલ્લા ટ્રાફીક કે સીટી ટ્રાફિકમાં પણ નોકરી મેળવવા માટે કહેવાય છે કે મીઠાઇ તો ખવડાવી જ પડે છે અને રોજ નું જમણ તો જુદું જ ત્યારે પારદર્શક સરકાર સ્ટેટ ટ્રાફિક બ્રાંચના ફરીથી શરૂ કરી તે જરૂરી બન્યું છે

પ્રતિનિધિ અમદાવાદ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY