ભુજ કચ્છ: ભુજ ખાતે આકાશવાણી કેન્દ્રમાં લોકસભા ચૂંટણી સંદર્ભે મહત્વની વર્કશોપ યોજાઈ ગઈ,જેમાં આદર્શ આચારસંહિતાનો અમલ વિવેકબુદ્ધિ વડે કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.સમાચાર બુલેટીન તથા અન્ય કાર્યક્રમોના નિર્માણ સાથે સંકળાયેલા સ્ટાફને આચારસંહિતાની બારીકાઈથી વાકેફ કરવા માટે વર્કશોપ યોજાઈ હતી.સમાચાર વિભાગના વડા અને ડેપ્યુટી ડાયરેક્ટર જગદીશ પાટડીયાએ પ્રસંગે કહ્યું હતું કે સમાચાર બુલેટીનમાં તમામ રાજકીય પક્ષને યોગ્ય સ્થાન મળે તેવું સંતુલન જાળવવાનું છે. મતદાર જાગૃતિ માટે ખાસ મહેનત કરી પબ્લિક બ્રોડકાસ્ટર તરીકેની ફરજ અદા કરવા તેમણે સૌને કહ્યું હતું.
આકાશવાણી કેન્દ્રના વડા મીરા સૌરભે ચુંટણીલક્ષી કામગીરીના પોતાના અનુભવનો લાભ સૌને આપી માર્ગદર્શન કર્યું હતું.કાર્યક્રમ વિભાગનો હવાલો સંભાળતા જયેશ રાવલે લોકસભા ચુંટણી માટે શરૂ કરાયેલા કાર્યક્રમોની રૂપરેખા આ પ્રસંગે આપી હતી. માહિતી ખાતાના સીનીઅર સબ એડિટર ઘનશ્યામ પેડવા દ્વારા ચૂંટણી પંચના આદેશ પ્રમાણે પેઈડ ન્યુઝ ઉપર નજર રાખવાની કામગીરી વિશે છણાવટ કરાઈ હતી.
આકાશવાણી કાર્યક્રમોનું શ્રવણ ઠેરઠેર વધે તેવા પ્રયતોની ચર્ચા પણ આ વર્કશોપમાં થઇ હતી.”ઓલ ઇન્ડિયા રેડિયો લાઇવ” જેવી એપ ડાઉનલોડ કરી સ્માર્ટફોન દ્વારા પ્રસારણ સાંભળવાની વાત વધુને વધુ લોકો સુધી પહોચાડવા સૌ સહમત થયા હતા.
જનાદેશનો મિજાજ વ્યક્ત થાય તેવા કાર્યક્રમો રજુ કરવાનું લોકસભાની તમામ ૨૬ બેઠકની તાસીર રજુ કરતી માહિતી પણ તમામ બુલેટીનમાં વણી લેવાનું નક્કી કર્યું છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




