ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજૅદ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુંસંધાને ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જે એન.ઝાલાના માર્ગદર્શન મુજબ જીલ્લામાં એલ.સી-બી.દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જે અનુંસંધાને એલ.સી.બી. પો.સ.ઇ.એ.એસ. ચોહાણ તથા ટીમના માણસો ભરૂચ શહેરમાં “એ” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. શ્રીપાલસિંહ જગદીશસિંહને ચોક્ક્સ બાતમી મળેલ કે એક રજીસ્ટેશન નંબર વગરની કાળા કલરની બજાજ ઓટો રીક્ષા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી નંદેલાવ ગામથી શ્રવણ ચોકડી થઇ ભરૂચ શહેરમાં આવનાર છે. જે હકિકત આધારે તે ઓટો રીક્ષાને તથા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડેલ શરીફનવાઝ મહેબુબમીયા મલેક રહે. ભરૂચ મદીના હોટલ નીચે સીપાયવાડ લોકસેવા એકતા સ્કુલની બાજુમા ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના બિયર ટીન કુલ નંગ- ૧૨૦ બિયર જે એક ટીન બિયર ની કી.રૂ. ૧૦૦/- લેખે કુલ કી.રૂ. ૧૨,૦૦૦/- તથા એક ગોલ્ડન કલરનો સેમસંગ જે૪* મોબાઇલ કિં,રૂ. ૫૦૦૦/- તથા ઓટો રીક્ષા ની કી.રૂ. ૨,૦૦,૦૦૦/- કુલ મુદ્દામાલ કી ૨,૧૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





