ઘણા બધા ચડાવ-ઉતારની વચ્ચે કેડીસીસી બેંકે ૧૨ વર્ષ પછી ૫૬ લાખનો નફો કર્યો: દેવરાજ ગઢવી

0
215

છેલ્લા પાંચ વર્ષમાં શેર ભંડોળ પણ ૬ કરોડથી વધીને ૧૮ કરોડનો થયા,૨૦૦૭થી ખોટ કરતી બેંકને સુધારવા સફળતા: એનપીએમાં પણ ઘટાડો.

જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં દેવરાજભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે ધ કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની સ્થાપના ૧૯૬૦માં થઇ,ત્યારથી કરીને ઘણા બધા ચડાવ-ઉતાર બેંકની નાણાકીય પરિસ્થિતિમાં આવ્યા છે.કચ્છ જિલ્લાભરમાં દરેક તાલુકાની અંદર બેકની વિવિધ ૧૮ શાખાઓ કાર્યરત છે.

ભુજ: કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કે.ડી.સી.સી.)ની આર્થિક સ્થિતિ ૧ર વર્ષ પછી સુધરી છે.છેલ્લા એક દાયકાથી દર વર્ષે નુકસાન કરતી કચ્છની સહકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક આખરે નફો કરતી થઈ જતાં સભાસદો માટે સારા સમાચાર છે. વિતેલા નાણાકીય વર્ષમાં પ૬ લાખનો નફો થયો હોવાનું બેંકે સત્તાવાર રીતે જણાવ્યું હતું. ૨૦૦૭ પછી સતત ખોટમાં ચાલતી કે.ડી.સી.સી. બેંક ૨૦૧૮-૧૯માં નફો કરતી થઈ છે તેવું બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું.૧૨ વર્ષ પછી બેંક દ્વારા માતબર પ૬ લાખની રકમનો નફો થયો છે.ત્યારે આવનાર સમયમાં સંપૂર્ણ ખોટ નાબૂદ કરી સભાસદોને ડિવિડન્ડ તેમજ ભેટ મળે તેવા પ્રયત્નો બેંક દ્વારા સઘન બનાવવામાં આવ્યા છે.બેંકનું શેર ભંડોળ છેલ્લે પ વર્ષમાં ૬ કરોડથી વધીને ૧૮ કરોડ સુધી પહોંચ્યું છે.ડિપોઝિટ ૮૫ કરોડથી વધીને ૧૫૧ કરોડ થઈ ગઈ છે . તે રીતે બેંકનું ધિરાણ ૫૪ કરોડથી વધીને ૯૩ કરોડ સુધી અપાયું છે.બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા અસરકારક વહીવટી પગલાઓ લઈ એન.પી.એ. વર્ષ ૨૦૧૩માં ૪૫ ટકા હતું.જે વર્ષ ૨૦૧૮ – ૨૦૧૯માં ઘટીને ૧૮ ટકા થયું છે. ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે,બેંકના ઓડિટરો તેમજ નાબાર્ડના ઓડિટર દ્વારા ઓડિટ રેન્કમાં ૭૦ માર્કસ સાથે બેંકને “બ” વર્ગ મળ્યો છે,ત્યારે કચ્છના ખેડૂતો તેમજ કચ્છના લોકોની પોતાની બેંકે ઘણાં વર્ષ પછી સફળતા હાંસલ કરી છે.તમામ કચ્છના લોકોને બેંક સાથે જોડવા અપીલ કરી હતી. બેંકના વિકાસમાં સહયોગ આપનાર ગુજરાત રાજ્ય સરકાર ,ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક લિ.અમદાવાદ, બેંકના સભાસદો,બેંકના થાપણદારો અને બેંક સાથે જોડાયેલા તમામ ગ્રાહકોનો તેમજ સહકારી સંસ્થાઓનો બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.એ.ટી.એમ., આર.ટી.જી.એસ.સહિતની સુવિધા ધરાવતી બેંકે આવનારા દિવસોમાં થાપણ ઉપર સારું વ્યાજ આપવાની ખાતરી આપી છે.કચ્છના કિસાનોને વડાપ્રધાન ફસલ વીમા યોજના હેઠળ રૂા.૭ કરોડ ચૂકવવામાં આવ્યા છે.બેંક દ્વારા ખાતેદારોને રૂા.૩૩૦માં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના તેમજ રૂા.૧રમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં પ્રીમિયમ ભરવાથી રૂા.ર લાખ સુધીનું વળતર મળે છે,એમ અંતમાં દેવરાજભાઈ ગઢવી જણાવ્યું હતું.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY