દાંડીયાબજાર લોઢવાડ ના ટેકરા પાસે ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
15

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે એન. ઝાલાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.એ.એસ. ચૌહાણ તથાએલ.સી.બી. સ્ટાફ ના માણસો ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હે.કો. જયેન્દ્રભાઇ ને મળેલ માહીતીના આધરે દાંડીયાબજાર લોઢવાડના ટેકરા પાસે ખુલ્લી જગ્યામા વરલી મટકાનો જુગાર રમતા બે રોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. મા સોપવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ-(૧)રોહીતભાઇ રવજીભાઇ વાધેલા રહે, દાંડીયાબજાર લોઢવાડ નો ટેકરો ભરૂચ (ર) ઇમ્તીયાઝ એહમદ ગુલામકાદર તોલાટ રહે.હબીબપાર્ક સબજેલ પાસે તા.જી.ભરૂચ
જપ્ત કરેલ મુદ્દામાલ- અંગઝડતીના કુલે રૂપિયા ૧૩,૬૭૦/- તેમજ કાચી ચીઠી નંગ-૨ તથા બોલપેન
નંગ-૧ તથા તેમજ મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧,૦૦૦/- આમ કુલ્લે મુદામાલ કિ.રૂ. ૧૪,૬૭૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY