ભુજ કચ્છ: પરીક્ષિતા રાઠોડ SP,પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી આગામી સમયમા લોકસભાની ચુંટણી યોજનાર હોય જે શાંતિપુર્ણ યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો પર પાસા તળે અટકાયતી પગલા લેવા સુચના હેઠળ પો.ઇન્સ. એલ.સી.બી. ડી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ એમ.એસ.રાણા પીએસઆઈ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર,કચ્છ -ભુજને મોકલાવતા,કલેકટર,કચ્છ-ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કરતા નીચે જણાવેલ ઇસમને પાસા તળે અટક કરી હુકમ મુજબ અમદાવાદ જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. અયુબખાન ઇસબખાન (યુસુબખાન)જત મલેક, રહે. વારાહી તા.સાંતલપુર જિ.પાટણ – મધ્યસ્થ જેલ અમદાવાદ
આ કામગીરીમાં એમ.એસ.રાણા પીએસઆઈ,એ.પી.જાડેજા પીએસઆઈ તેમજ એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




