ભુજ એસ.ઓ.જી.એ કમાગુનાની સીમમાંથી ગેરકાયદેસર રીતે હથિયાર રાખનાર ઇસમને પકડી પાડયો

0
266

ભુજ: પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષક સૈરભ તોલંબિયાએ આગામી લોકસભાની ચુંટણી અનુલક્ષીને આર્મ્સ એકટનાં કેસો શોધી કાઢવા માટે એસ.ઓ.જી.ને સુચના આપેલ હતી.

જે અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઇ એન.એમ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નાં પીએસઆઈ આર.જે.જાડેજા તથા સ્ટાફનાં માણસો તા.૦૬/૦૪/૧૯ નાં રોજ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન સાથેનાં પો.હેડ કોન્સ. મદનસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે , કમાગુના ગામની ઉત્તરાદી સીમમાં,વારાલ ડુંગર પાસે એક ઇસમ હાથમાં એક બંદુક લઇને ફરે છે જે સ્થળે જઇ જોતાં રમજુ ઉર્ફે ધલુ હુશેન ત્રાયા, (ઉવ.૩૪, રહે.કમાગુના,તા.ભુજ) વાળો ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સાથે મળી આવતાં જેના વિરૂધ્ધમાં આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) એ તથા જી.પી. એકટ ૧૩પ મુજબની ફરીયાદ માનકુવા પો.સ્ટે.માં દાખલ કરાવવા તજવીજ કરેલ છે.જેની આગળની તપાસ માનકુવા પો.સ્ટે. ચલાવી રહી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિજયસિંહ યાદવ,મદનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા,ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોડાયેલ હતા.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY