ઈન્દ્રનીલનું પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોથી કંટાળી રાજીનામુ

0
69
રાજકોટમાં રૂપાણી સામે કારમા પરાજ્ય બાદ નિષ્ક્રીય

ભાજપમા નહીં ભળુ, રાહુલ ગાંધી-કોંગ્રેસ શ્રેષ્ઠ,પ્રદેશ નેતાઓની રીતરસમો ખોટી
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને ગત ડિસેમ્બરમાં ધારાસભા ચૂંટણીમાં રાજકોટ(પશ્ચિમ) બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ૫૦ હજારથી વધુ મતોની ખાધથી પરાજીત થનાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ છએક માસની નિષ્ક્રીયતા બાદ આજે મોડી સાંજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં એક તરફ જસદણના કુંવરજી બાવળિયાએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ છોડી ભાજપમાં ભળવાની વાતો ચાલી રહી છે, વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાએ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પણ નારાજગી વ્યક્ત કરી છે ત્યારે આજે લોકસભા-૧૮ પહેલા ઈન્દ્રનીલના રાજીનામાથી રાજકોટનું રાજકારણ ગરમાયું છે. બાવળિયાએ પણ નારાજગી જાહેર કરી છે તે મુદ્દે રાજ્યગુરુએ જણાવ્યું કે મારી વાત જુદી છે, હું સત્તા માટે કે પક્ષપલ્ટો કરવા કોંગ્રેસ છોડતો નથી. દેશમાં ભાજપ કરતા કોંગ્રેસ પક્ષ આજે પણ સો દરજ્જે સારો છે, રાહુલ ગાંધી દેશના સર્વશ્રેષ્ઠ નેતા છે એમાં કોઈ બેમત નથી. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ અને ગુજરાતના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના માર્ગે ચાલશે તો રાજીનામાના નિર્ણય પર પુનઃવિચાર કરવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો. ભાજપમાં ભળશો કે કેમ? સવાલના ઉત્તરમાં ભારપૂર્વકકહ્યું -આજે તો નહીં, આવનારા બે-ત્રણ જન્મોમાંય ભાજપમાં નહીં ભળું. તેમણે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની રીતરસમોના વિરોધમાં જ પક્ષ છોડી રહ્યાનો પુનરોચ્ચાર કર્યો હતો. કુંવરજી બાવળિયા સહિતના પર નિશાન તાકીને તેમણે કહ્યું કે ગત ધારાસભા ચૂંટણીમાં મને હરાવવા અમારા નેતાઓએ જ પ્રયાસો કર્યા હતા. આ અંગે પક્ષનું ધ્યાન દોર્યું તો કહેવાયું કે પાર્ટીમાં આમ જ ચાલે. નારાજગી તો ઘણા સમયથી હતી પણ શક્તિસિંહ ગોહિલે મને રોકતા હતા તેથી પક્ષમાં ટક્યો હતો પણ હવે વધુ સમય બરબાદ કરવો યોગ્ય નથી લાગતું. રાજકોટ મહાપાલિકામાં મોવડીઓની મનમાની રોકવા કોંગ્રેસના ૩૩માંથી ૨૨ કોર્પોરેટરોએ વિપક્ષી નેતા પદ માટે પેનલ બનાવી છે, જન.બોર્ડમાં ૧૫ કોર્પોરેટરોએ ગેરહાજર રહ્યા જે મુદ્દે આ કોર્પોરેટરોને નોટિસ આપવાની પ્રદેશ કોંગ્રેસની હીલચાલની પણ તેમણે આલોચના કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દાઓ પરથી રાજીનામુ આપ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોર્પોરેટરો,સમર્થક નેતાઓ, કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બીજીતરફ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા નિરીક્ષક,પ્રભારી સહિત હોદ્દેદારોની નિમણુક, રીતરસમો સામે કોંગ્રેસના વધુ નેતાઓની નારાજગી સપાટી પર આવે તેવા અણસાર પણ આજે મળ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY