સુરત મનપા દ્વારા ભટાર કોમ્યુનિટી હોલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
8

સેવાસેતુમાં ૧૮૪૩ લોકોએ લાભ લીધો
સુરત, તા.૪
રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોકઉપયોગી યોજનો પ્રવૃત્તિઅો તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ માટે અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ પાસે ભટાર સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમïનું આયોજન કરવામાં આવેલ હતું.
સેવાસેતુ કાર્યક્રમ પુલવામાં હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્ïબોધન કરતા મેયર ડો. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવાસેતુ કાર્યક્રમ એ સરકારનો સામાન્ય કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ થકી વિચારધારા અને કાર્યપદ્ધતિમાં બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે લોકોને યોજનાનો લાભ લેવા કઈ ઓફિસ પર જવું ? કયા કાગળોની જરૂર પડશે ? કેટલો સમય લાગશે ? જેવા અનેક પ્રશ્નોથી મુંજવણ અનુભવાતી હતી. જેના કારણે આ તકનો લાભ વચેટીયાઅો લેતા હતા. સેવાસેતુ કાર્યક્રમ થકી જરૂરીયાતમંદ લાભાર્થીઅોને સરકાર તથા સુરત મહાનગરપાલિકાïની વિવિધ યોજનાઑનો લાભ એક જ સ્થળ પર એક જ દિવસમાં પ્રાપ્ત થાય છે. સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઑને યોગ્ય માર્ગદર્શન આપી તે ખૂબ અોછા સમયમાં મહત્તમ સેવાઅોનો લાભ મેળવી શકે તેવા પ્રયાસ કરવામાં આવે છે.
સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જે કે મહેસૂલ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ, સમાજ સુરક્ષા વિભાગ, પુરવઠા વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા વિભાગ, વ્યવસાય વેરા વિભાગ, આકારણી, વસૂલાત, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, આર.સી.એચ. વિભાગ, વિવિધ બેîકો, શ્રમિક કલ્યામ બોર્ડ, આરટીઅો વગેરે દ્વારા દિવસ દરમ્યાન કુલ ૧૮૪૩ લાભાર્થીઅોએ લાભ લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY