ભુજ કચ્છ: હાજીપીર રોડ પર થઈ રહેલા પરિવહન સામે લડાઈ લડતા હાજીપીર લડાયક મંચના અગ્રણીઓ એવા યાકૂબભાઈ મુતવા અને સુલતાનભાઈ જત વિરૂદ્ધ એક ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. જેમા કોઈ અજાણ્યો વ્યક્તિ એવા શબ્દ બોલી રહ્યો છે કે આ યાકુબ મુતવા અને સુલતાનભાઈ જત જે બે લોકો છે એ સતત કલેક્ટર અને આરટીઓને ઓવરલોડ બંધ કરવા માટે આવેદન પત્ર આપવામા આવે છે.તેથી તમે એસોસિએશન વાળા સમજો તો સારી વાત છે. નહિતર પરિણામ ખરાબ આવશે તેવો ધમકી ભર્યો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.હાજીપીર રોડ પર ચાલી રહેલા ઓવરલોડ વાહનોના લીધે રસ્તાને,સ્થાનિક લોકોને,માતેંલા સાંઢની માફક દૌળતિ ટ્રકોંના લીધે અનેક લોકોના જીવ ગયા છે જેની સામે સત્યની લડાઈ લડતા એવા યાકુબભાઈ મુતવા અને સુલતાનભાઈ જત વિરૂદ્ધ આવો ઝેર ફેલાવતો વીડીયો વાયરલ કરવામાં આવેલ છે. આવી ધમકી ભર્યા ઓડિયોનો ધ્યેય એક જ હોઇ શકે આવા સત્યની લડાઈ લડતા લોકો હોય તેમનાં અવાજને દબાવવા અને આવા લોકો જાગૃત ન બને તેથી દર પેદા કરવા માટે થયો હોય તેવો લાગી રહ્યુ છે.
જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે યાકુબભાઈ મુતવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે આવો વિડિયો ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ગ્રુપમાં વાયરલ થયો હતો.કારણ કે યાકુબભાઈ તથા સુલતાનભાઈ હાજીપીર રોડ પર ચાલી રહેલા ઓવરલોડના લીધે થઇ રહેલી મુશ્કેલીથી લડવા સત્યની લડાઈનો અવાજ દબાવવા થયો હતો અને આવતીકાલ યાકૂબભાઈ મુતવા દ્વારા વિધિવત ફરીયાદ નોઁધાવશે તેવું જણાવ્યું હતુ.
*આ સમગ્ર પ્રકરણમાં આરટીઓ તંત્ર દ્રારા હપ્તા લેવાઈ રહ્યાં છે*
હાજીપીર રોડ પર ચાલી રહેલા ઓવરલોડના લીધે અનેક લોકોના જીવ ગયા છે.છતા પણ તંત્ર દ્રારા હપ્તા લઇને ટ્રાન્સપોર્ટરને મોકળું મેદાન આપવામા આવી રહ્યુ છે.તે સાબિત થાય છે કે આરટીઓના મુખ્ય અધિકારી દિલીપ યાદવના એક ખાસ એજન્ટ દ્વારા કચ્છના ઓવરલોડના હપ્તા વાહન દીઠ તેં એજન્ટ દ્વારા લેવામાં આવી રહ્યાં છે અને તેં એજન્ટ અનેક વાર એસીબીના છટકામાં આવી ચુક્યો છે તોદપાણી થતા અનેક વાર બચી ગયો છે.તો આરટીઓના કમ્પાઉન્ડમાં જુગારમાં અગાઉ આ દિલીપ યાદવનો ફોલ્ડરિયો પકડાઈ ચુક્યો છે.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



