છેલ્લા પાંચ વર્ષથી ખૂન કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

0
14

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પો.સ.ઇ.કે.એમ.ચીધરી તથા પો.સ.ઇ. એસ. એન. ગોહિલ તથા એસ.ઓ.જી.પોલીસ માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરીમાં હતા દરમ્યાન પો.કો.મોહમદ ગુફરાન મોહમદ આરીફ નાઓની અંગત બાતમી આધારે વડોદરા શહેર માંજલપુર પો.સ્ટે. ગુ.ર.નંબર- ।-૧૯૯/૨૦૧૪ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧,૩૪ વિગેરે મુજબ ના કેસમાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી આર્યન ઉર્ફે ભયલુ ઉર્ફે સેહજાદ અકીલ ખોખર ઉ.વ.ર૯ રહે ગાંધીબજાર ચોક, ફાટા તળાવ પાસે, ભરૂચ નાઓ ફાટા તળાવ વિસ્તારમાં તેના રહેઠાણ નજીકથી તા.૧૩/૦૪/૨૦૧૯ ના રોજ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY