ઉભરી રહેલી આધુનિક યુવા પેઢી તેમજ ભવિષ્યની પેઢીના સપના સાકાર કરવા એક સાનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવા સંકલ્પ સાથે “સ્વરાજય જ મારૂ ધ્યેય છે” એક હકારાત્મક વૈચારિક જાગરણ રૂપી આંદોલન કર્તા ભારતના સવિધાનના રચયિતા દેશના સપૂતશ્રી ડો. બાબા સાહેબ આંબેડકરજીના ૧૨૮ જન્મજયંતિ પ્રસંગે ગાંધીધામ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ આપી આજના પવિત્ર રામ નવમી ત્યોહાર નિમિતે આયોજિત શોભા યાત્રામાં વિનોદભાઇ સહભાગી બન્યા હતા.

લોક સભા ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રની એકતાના આધારે શ્રેષ્ઠતા તરફ જવાની યાત્રા છે. આજે સમરસતાના ઉદધોષક અને હાજરો વર્ષ થી પીડિત-તિરષ્કૃત અનુસુચિત જાતિના અતિ પછાત લોકોના ઉધારક શ્રી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અને રામ રાજય આદર્શ યુગ પ્રવકતા મર્યાદા પુરષોતમ રામની આજે પ્રાદુભાવનો પવિત્ર દિવસ આપણે સૌ એ ઉજવ્યો છે.
શોભા યાત્રા પછી ભાજપની રેલી દુકાને દુકાને અને વચ્ચે આવતા રહેણાક સ્થાને લોક સંપર્ક કર્યો હતો. અને વિનોદ ચાવડાએ મોદીના દિવ્ય અને દૈદીપ્યમાન ભારતના સ્વપ્નને આપણે સૌ એ સાકાર કરવાનો છે.પંજાબ પ્રાતિય સાથી મિત્રો તથા ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લઈ ભાજપની નીતિ-રીતિ વિષે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યા. જયારે ગાંધીધામ ધારાસભ્ય માલતિબેન મહેશ્વરીએ જણાવ્યુ હતું કે,ભાજપનો કાર્યકરએ પાર્ટીની અસ્મિતા છે. માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક કાર્યકર છે. ભાજપા સાંસ્ક્રુતિક રાષ્ટ્રવાદ ને વરેલો છે. મૂલ્ય આધારિત રાજનીત કરતા આ પક્ષનો કોઈ પણ કાર્યકર હમેશા લોક પ્રશ્નો મુશ્કેલીઓમાં આપ સાથે છે. તેવો હું વિશ્વાસ અપાવું છું. આપણો એક મત બંધારણનું રક્ષણ અને લોક તાંત્રિક મૂલ્યોની રક્ષા-ભારતની એકતા-અખંડતા માટે અમૂલ્ય છે.તેમ માલતિબેન મહેશ્વરીએ જણાવ્યુ હતું.
આ પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન ગાંધીધામ ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી,મોમાયાભા ગઢવી, બળવંત ઠક્કર,મધુકાંત શાહ, સુરેશ શાહ,વિજયસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા,દિવ્યાબા જાડેજા, કૈલાસબેન ભટ્ટ,નારી પારિયાણી,પુનિત દૂધરેજીયા, ગેલા ભરવાડ,કમલ શર્મા,ગોવિંદ નિઝાર,અર્જુન થારૂ, ડો. સુરેશ નાયક,ભરત મીરાણી,હિરેન ઠક્કર,ભરત પ્રજાપતિ,વિજય પરમાર,મહેશ ગઢવી,અમિત ભટ્ટ, ગુલ બેલાણી,તારાચંદ ચંદનાની, મનોજ મુલચંદાની,દિનેશ લાલવાણી,ઉષાબેન મીઠવાણી, વંદનાબેન ધુઆ,નીલમબેન લાલવાણી,ધનસુખ મીરાણી, હરિભા ગઢવી તથા ભાજપ કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






