આપ “ચોકીદાર” શબ્દ રોજ સાંભળો છો.. પણ એ જાણો છો કે આ નામના દેવનું મંદિર પણ છે ….? ક્યાં છે જાણો …

0
314

નર્મદા જિલ્લા માં “ચોકીદાર દેવ” નું મંદિર આવેલું છે.

રાજપીપળા : હાલમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાને ચોકીદાર કહે છે ત્યારથી “ચોકીદાર” શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે.એક તરફ ભાજપ કેમ્પઇન ચાલી રહ્યુ છે. મે ભી ચોકીદાર અને બીજી તરફ કોગ્રેસ દ્વારા “ચોકીદાર ચોર હૈ” નું કેમ્પેઇન ચાલે છે. ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં એક એવી જગ્યા છે કે જયાં ચોકીદાર દેવનું મંદિર છે. જયાં સાચા અર્થમાં ભક્તો દૂર દૂરથી ચોકીદાર દેવના દર્શન કરવા માટે આવે છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના દેવ મોગરા ખાતે આવેલ ચોકીદાર દેવનું મંદિર અને દેવને સ્થાનિકો દેવદરવાણીા કાળીયાભૂત અથવા ચોકીદાર દેવ કહે છે.આ ચોકીદાર દેવનું મંદિર છે આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યુ છે કે, આ મંદિરથી થોડે દૂર આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાનું મંદિર આવેલુ છે અને ત્યાં પહેલા એક દેવનુ મંદિર છે અને આ દેવ રક્ષક મનાય છે. રક્ષક એટલા માટે મનાય છે કે, માતાના મંદિરે જતા પહેલા લોકો આ માતાજીના રક્ષકની પૂજા અર્ચના ખાસ કરે છે. પછી દોવમોગરા માતાના મંદિરે જાય છે.આ વર્ષો જુની પરંપરા છે જેના કારણે અહીંયા ગુજરાત જ નહીં મધ્યપદેશ,મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ ચોકીદાર દેવની પૂજા- અર્ચના ખાસ કરે છે અને ચોકીદાર દેવના નમન કરી અને તેની મંજુરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે.

શ્રદ્ધાળુઓ પણ કહે છે કે આ ચોકીદાર મંદિરમાં દર્શન કરવા ખૂબ જ આવશ્યક છે. કારણ કે, દેવમોગરા માતાના દર્શન કરવા માટે આ ચોકીદાર દેવના દર્શન કરી મંજુરી લેવી પડે પછી જ આગળ જવાય છે.દેવદરવાણિયા ચોકીદાર મંદિરે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ એક અલગ જ રંગ જોવા મળતો હોય છે. હાલમાં ચોકીદારની બોલબાલા છે ત્યારે ચોકીદારનું પણ મંદિર છે કે જયાં ભક્તો દૂર દૂરથી આવીને દર્શન કરે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY