ભુજ કચ્છ: પરીક્ષિતા રાઠોડ SP પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સૂચના મળેલ હોય પીઆઈ ડી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પૂર્વ કચ્છની ટીમ આવા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્ન શીલ હતી.
તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે અંજાર પો.સ્ટે.i ગુ.ર.ન ૮૩/૧૯ ipc કલમ ૩૭૯ ના કામે ચોરી કરનાર આરોપી બેન હંસાબેન વિક્રમભાઈ કુંવરિયા (રહે.ગોંડલ)વાળી આ ગુનામાં સંડોવાયેલ છે.આથી મજકુરને શોધી કાઢી પૂછપરછ કરતા ગુનો કર્યાની કબૂલાત આપતા તેમજ મજકુર પાસેથી ગુનામાં ગયેલ મુદ્દામાલ માલ પૈકી વિવો કમ્પનીનો મોબાઈલ ફોન કી.રૂ. ૫૦૦૦/- નો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંજાર પો.સ્ટે.ને સોંપેલ છે.
આ કામગીરીમાં એમ.એસ.રાણા એલ.સી.બી. પીએસઆઈ, એ.પી.જાડેજા પીએસઆઈ તથા એલ.સી.બી. સ્ટાફનાં પ્રહલાદસિંહ ચુડાસમા, પુષ્પરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા,લક્ષમણભાઈ આહીર, દેવરાજભાઈ આહીર,નરશીભાઈ રબારી,રાજેન્દ્રભાઈ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા,પ્રવીણભાઈ પલાસ એમ બધા જોડાયેલ હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




