એલઈડી ટયુબલાઈટ ચાર સ્થળે ઉપલબ્ધ બનશે
સુરત, તા.૧૫
ગુજરાતની ૧૫ વર્ષ જૂની કંપની ક્રિશ એલઈડીએ એની નવી બ્રાન્ડ ડેલીઓન એન્ડ ક્લેર જે કોમર્શિયલ અને હોમ પ્રોડક્ટ માટે જાણીતી છે. ક્રિશ એલઈડી દ્વારા ડેલીઓન એન્ડ ક્લેરની ઉર્જા બચતવાળી એલઈડી ટ્યુબલાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ નવી એલઈડી ટ્યુબલાઈટના લોન્ચ સાથે ગુજરાતભરના વપરાશકારો માટે રજૂ કરવામાં આવી છે. જેમાં ડેલીઓન એન્ડ ક્લેરની નવી એલઈડી ટ્યુબલાઈટ રૂ. ૧૯૯માં ૨૦ વોટની મળશે અને સાથે ૬૦ ટકા ઉર્જા બચત કરશે. આ ઓફર અમદાવાદમાં ૨૨ તારીખે રજૂ કરાઈ હતી. આ જ ઓફર દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક સુરત ખાતે ૧૬ એપ્રિલે એક દિવસ માટે રજૂ થનાર છે. સુરત ખાતે રેણુકાભવન ગુંસાઈજી ચોકની બાજુમાં, પુણા –બોમ્બે માર્કેટ રોડ પર આવેલ સાગર ઈલેકટ્રીકમાં, કતારગામની ઓમ ઈલેકટ્રીક, વરાછા રોડ પર આવેલ શાયોના ફેન હાઉસમાં, ચોક બજારના મેઇન રોડ પર આવેલ બ્રિજલી ઘર ખાતે ઉપલબ્ધ છે. ક્રિશ એલઈડી અત્યાર સુધીમાં ગવર્મેન્ટમાં રેલવે, જીએમડીસી, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિક સિટી કોર્પો. લી. અને પ્રાઈવેટ સેક્ટરમાં ટાટા, એસ્સાર અને નિરમા યુનિવર્સિટીમાં સપ્લાય કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



