કચ્છ-મોરબી લોકસભા ભાજપના ઉમેદવારની મોરબી મધ્યે વિશાળ રેલી

0
254

જે લોકો ૭૦ વર્ષો સુધી ગરીબોના બેન્ક ખાતા પણ ખોલાવી ન શકયા તે લોકો હવે ગરીબોના ખાતામાં પૈસા જમા કરવાની વાતો કરે છે:વિનોદ ચાવડા

આંતરિક અને બ્રાહય સુરક્ષામાં, સાથે જ શ્રેષ્ઠ કુટનીતિ દ્વારા અનેક રાષ્ટ્રો સાથે મૈત્રી અને આર્થિક સબંધો,દુશ્મન દેશોને એકલા અટુલા પાળી “આંતકવાદ” વિરોધ અભિયાનમાં ‘મોદીના નેતૃત્વમાં ભાજપના અભૂતપૂર્વ કાર્યકાળના ઉદારણીય દાખલાઓ સાથે લોકસભા ભાજપ ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ મોરબી મધ્યે ભવ્ય રોડ શો દરમ્યાન જણાવ્યુ હતું કે, પ્રવેશવાદ,જ્ઞાતી-જાતિ ધર્મના સમીકરણોમાં પ્રજાને વહેચી સમાજ સેવા અને રાજનીતિ નામે રાજકીય ઠગો પ્રજાને એક જુથ કરવાને બદલે વિભાજિત કરી રહ્યા છે.અને રાષ્ટ્રીય પ્રવાહથી વંચિત રાખવામા જ આ કોંગ્રેસ અને પ્રાદેશીક પાર્ટીઓનું રાજકીય ભવિષ્ય છે તે વાસ્તવિકતા છે.સ્વસ્થ સમાજને મજબૂત સરકારની અપેક્ષા છે નહીં કે મજબૂર,ગઠબંધન સરકાર તેવું વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું.જયારે કેન્દ્રમાં પૂર્ણ બહુમત વાળા શાસનો આવ્યા છે ત્યારે રાષ્ટ્ર સર્જન તથા રાષ્ટ્ર નિર્ણયના ઐતિહાસિક સંકલ્પો સિધ્ધ થઈ શકયા છે.

આજે સ્વરોજગાર માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત એક કરોડથી વધુ યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવેલ છે.સ્ટેન્ડપ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી સ્વરોજગાર પર વધુ લક્ષ્ય-નાના ઉધોગશીલોને ૧૪૬૫ કરોડ મુદ્રા લોન આપવામાં આવેલ છે. કચ્છમાં પણ ૨૮૯૦૭ લોકોએ પ્રધાન મંત્રી મુદ્રા યોજનાનો લાભ લીધેલ છે.કચ્છમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના ૪,૩૫,૪૫૬ અને મોરબીમાં ૧,૬૬,૫૧૭ પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૨,૨૨,૫૩૭ લોકોએ અને મોરબી-માળીયા વિસ્તારમાં ૯૩,૫૩૩ તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કચ્છમાં ૭૦,૨૩૦ લોકોએ અને મોરબી-માળીયા વિસ્તારમાં ૩૪,૮૬૨ લોકોને લાભ મળેલ છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ૬ કરોડ એલ.પી.જી. ગેસ કનેક્શન નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. જેમાં કચ્છમાં ૭૫,૦૦૦ થી વધુ ગેસ કનેક્શન અને મોરબી માળીયામાં ૫૬,૭૧૩ પરિવારોમાં ગેસ કનેક્શન આપવામાં આવેલ છે.

સરકાર કોઈ વ્યકતી વિશેષ અથવા કોઈ જાતિ પ્રત્યે નહીં પરંતુ સર્વ સમાવેશક નીતિ અનુસાર સર્વ ધર્મ સમભાવ રાખી દરેક જરૂરીયાત મંદ વ્યક્તિઓ, બીમારો ,દિવ્યાંગો,નાના સીમાંત ખેડૂતોને સહાયક બનેલ છે.

ચુટણીઓ સમયે બિલાડીના ટોપની જેમ ઊભા થતાં પક્ષ અને અન્ય પક્ષોના પ્રતિનિધિઓ લોકોને ગેરમાર્ગે દોરવા પાયા વિનાના બેતુકી પ્રશ્નો ઊભા કરે છે. પરંતુ સમજુ જનતા અને મતદારો તેને ધ્યાને ન લેવાની અપીલ મોરબી માજી ધારાસભ્ય અને ભાજપના આગેવાન કાંતિભાઈ અમૃતિયાએ કરી હતી.

મોરબી ઇંડિયન મેડિકલ એશોસીએશન,બાર એશોસીએશન,અનાજ કરિયાણા મંડળ,સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ આગેવાનો,વિવિધ સમાજો અને સંગઠનો સાથે બેઠકો યોજી હતી.

જન સંપર્ક દરમિયાન કાન્તિભાઈ અમૃતિયા,પ્રદીપબાઈ વાળા,જયોતિસિંહ જાડેજા, પ્રગ્નેશભાઈ વાઘેલા,હસુભાઈ પંડ્યા,રિસીપભાઈ કેલા,એ.પી. જેસ્વાણી સહ બહોળી સંખ્યામાં તેમની સાથે કાર્યકરો જોડાયા હતા.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY