રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતપરા ગામમાં યુવાનને જમવા બાબતે ટકોર કરતા તેણે ઝેરી દવા પિતા તેનું મોત થયું હતું .
પ્રાપ્ત વિગતો અનુસાર જીતપરા ગામમાં રહેતા નારણભાઇ ચુનીલાલ તડવી એ આપેલી ફરિયાદ મુજબ તેનો પુત્ર રતિલાલ (22) ને તેન માતા પિતાએ જમવાનો સમય થઇ જાય છે પણ તારો સમય થતો નથી દરરોજ તને જમવા માટે બુમો પાળવી પડે છે તેમ કહેતા મનમા લાગી આવતા ઘરના વાડામા જઇ પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે રાજપપીપળા સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જયા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




