ગત 3 એપ્રિલે નાંદોદના બોરીદ્રા થી ડ્રેસ લેવા જવાનું કહી નીકળેલી યુવતી આજદિન સુધી પાછી ન ફરતા ફરિયાદ
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામમાં રહેતી અંજલી મીરિયાભાઈ વસાવા (18) ગત તારીખ 3 એપ્રિલ ના દિવસે પોતાના ઘરે થી 100/- લઈને રાજપીપળા ડ્રેસ લેવા જવાનું કહી ગઈ હતી એ પરત ઘરે ન આવતા પરિવારે ઘણી શોધખોળ કરી છતાં કોઈ પત્તો ન ચાલ્યો ત્યારબાદ સગા સંબંધીને ત્યાં પણ તપાસ કરવા છતાં આજદિન સુધી ક્યાં પણ ભાળ ન મળતા આખરે તેના પિતા મીરીયાભાઇ સુણાભાઇ વસાવા એ રાજપીપળા પોલીસ નો સંપર્ક કરી ગુમ થયાની જાહેરાત આપતા પોલીસે યુવતીની તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




