કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ રાપર શહેર મધ્યે બજાર વિસ્તારમાં ફરીને લોક સંપર્ક કર્યો હતો.દરિયા સ્થાન મંદિરે સંતશ્રી ત્રિકમ સાહેબના દર્શન કરી પ્રારંભ થયેલ ભવ્ય રોડ શો શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. જ્યાં લોકો તરફથી અદભૂત આવકાર મળ્યો હતો.તેમની સાથે ટીવી શોના કલાકાર આયુષ્યમાન શાહને પણ લોકો તરફથી આવકાર મળ્યો હતો.
વિનોદભાઈ ચાવડા સાથે જી.પ. પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢા, કમાજી રાઠોડ,તા.પ. પ્રમુખ હરખીબેન વાઘાણી,ન.પા. પ્રમુખ ગંગાબેન શિયારીયા અંબાજી વાવીયા, ઉમેશભાઈ સોની, કરશન મંજેરી, ડોલર રાય ગોર, અનોપસિંહ વાઘેલા, મેહુલ જોશી, વેલજીભાઈ મોર, કેશુભાઈ વાઘેલા,હમીરજી સોઢા, હઠુભા સોઢા,ઘનશ્યામ પૂજારા, રામજી સુરા,મોહનભાઇ બારડ, કુંભાભાઈ વગેરે સાથે જોડાયા હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




