લોકોને ચુનો ચલાવી લોકાના જ પૈસા હાઈફાઈ જીંદગી જીવતા ગઠિયા જનક જાષીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેવી જેની જરૂરીયાત તે રીતે જનક જાષી લોકોને બાટલામાં ઉતારી દેતો હતો, સરકારી પ્રતિનિધિ મંગળ સાથે અમેરીકા મોકલવા, મેડીકલ કોલેજમાં એડમીશન કરાવી આપવું અને રેલવે સહિતના વિવિધ વિભાગના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપી સામાન્ય માણસોને વર્ષોથી ઠગી રહેલા જનક જાષી કરોડો રૂપિયા પડાવી લીધા છે, જા કે આ વખતે પહેલી વખત ક્રાઈમ બ્રાન્ચે તેની તેની સામે કાયદાની સીંકજા કસતા તે ફસાઈ ગયો છે.
જનક જાષીએ પોતાની જ્ઞાતિના મંડળ ઉપર કબજા જમાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ્ઞાતિના કેટલાક આગેવાનોએ તેનો વિરોધ કર્યો હતો, પણ પોતાને વગદાર સાબીત કરવા માટે જનક જાષીએ ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ અંગત સંબંધ હોવાનો દાવો કર્યો હતો, અને જેના પુરાવારૂપે અમિત શાહ સાથેની તસવીર પણ આપી હતી. જા કે તેમ છતાં જ્ઞાતીના એક આગેવાન હાર્દિક જાષીએ નમતુ નહીં જાખતા, જનક જાષી તેમને વડાપ્રધાન કાર્યાલયના લેન્ડ લાઈન ઉપર ફોન કરી જીંદગી ખરાબ કરી નાખવાની ધમકી આપતા હતા.
આખી ઘટનાથી ડરી ગયેલા હાર્દિક જાષીએ વડાપ્રધાન કાર્યાલયમાંથી પોતાને ધમકી મળી રહી છે તેવી લેખિત ફરિયાદ અમદાવાદના રેન્જ આઈજીપી એ કે જાડેજાની કરી હતી. આ ઉપરાંત તેમણે અંગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી તેમના કાર્યાલયમાંથી ધમકી ભર્યા ફોન આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું, જા કે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા માલુમ પડયુ હતું કે જનક જાષી સ્પુફિંગ સોફટવેરનો ઉપયોગ કરી રહ્યો છે, જેના કારણે તે જેને ફોન કરી રહી રહ્યો છે તેની ફોન સ્ક્રીન ઉપર તે ઈચ્છે તેનો ફોન નંબર દેખાતો હતો. આમ આ સોફેટવેરનો ઉપયોગ કરી તે ક્યારેય રેલવેના અધિકારી તો કયારેક, મેડીકલ કાઉન્સીલનો નંબર તો કયારેય અમેરિકાના દુતાવાત અને નરેન્દ્ર મોદીની ઓફિસના નંબર ઉપર વાત કરી રહ્યો છે તેવું સામેવાળી વ્યકિતને દેખાડી શકતો હતો.
આમ અનેક લોકોને જનક જાષીએ ચુનો લગાડયો હતો, પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે ઘરોબો હોવાની જનક જાષીની વાત માની ગયેલા લોકો પોલીસ ફરિયાદ કરતા ન્હોતા, હવે વધુ ફરિયાદ આવે તેવી સંભાવના છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"