ભુજમાં અદાણી દ્વારા સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ગરીબ લોકો દિવસેને દિવસે તડપે છે અને અદાણી મુખ્યમંત્રીને સાચવે છે,શું હજી લોકોને મારવા જ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થવું! એમ રફીક મારાએ જણાવ્યું હતું.
રફીક મારાએ સ્વતંત્ર ન્યુઝ સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે લાલાચરા ભજીર નેપાળીનું રાત્રે ગાંધીધામમાં અકસ્માત થયું હતું તેને ગાંધીધામમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું ત્યાંથી ભુજ લઇ જાવો તેમ હોસ્પિટલે જણાવ્યું હતું.
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન જ નથી..?
રફીક મારાએ જણાવ્યું હતું કે લાલાચરા ભજીર નેપાળીનું રાત્રે ગાંધીધામમાં અકસ્માત થયું હતું તેને ભુજ રીફર કરવામાં આવ્યું હતું.અદાણી દ્વારા સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન નથી તેમ હોસ્પિટલે જણાવ્યું હતું અને એકોર્ડ હોસ્પિટલમાં ન્યૂરો સર્જન છે તેમ જણાવ્યું હતું. ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં રફીક મારાએ જણાવ્યું હતું કે ગરીબ દર્દીને એકોર્ડ હોસ્પિટલમાં સારવાર અને રીપોર્ટનો દસ હજાર રૂપિયા ખર્ચો થયો ત્યારબાદ રાત્રે હોસ્પિટલે કીધું કે તમે અમદાવાદ લઈ જાવો. દર્દી પાસે પૈસા ન હોવાથી તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારબાદ જી.કે. જનરલ હોસ્પિટલે કહ્યું કે એમ્બ્યુલસ આપશું આપશું પછી કહે છે કે સીએમના પ્રોગ્રામમાં ગઈ છે.
કચ્છમાં એકમાત્ર મોટી હોસ્પિટલ એટલે જી.કે. જનરલ હોસ્પિટલમાં માત્ર એક જ વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ છે તે પણ સીએમના પ્રોગ્રામમાં ગઈ છે તો ગરીબ લોકો માટે શું ??કોણ છે જવાબદાર ??
ગુજરાત સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે ગુજરાતે વિકાસ કર્યો છે.શું ભુજની અદાણી સંચાલિત જી.કે.હોસ્પિટલનો વિકાસ કર્યો છે??ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં નથી કોઈ ન્યુરોસર્જન અને માત્ર એક જ વેન્ટિલેટર વાળી એમ્બ્યુન્સન છે, તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે!!
પત્રકાર ગૌતમ બૂચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






