કચ્છ હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવાર ૩નાં મોત

0
18

કચ્છ,તા.૧૩
રાજ્યમાં અનેક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે કચ્છના અંજારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, આ ઘટનામાં ૩ લોકોના મોત થયા છે. આ ઘટનામાં બાઈક સવાર ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કચ્છના અંજારમાં મોડી રાતે હિટ એન્ડ રનમાં સિનુગ્રાનાં ૨૪ વર્ષનાં વિરેન્દ્ર ઉર્ફે વિનોદ નાનજી મહેશ્વરી, ૧૮ વર્ષનાં નીતિન મહેશ્વરી અને ૧૮ વર્ષનાં અશ્વિન મહેશ્વરી બાઇક નંબર જીજે-૧૨બીઈ૧૮૧૪ પર મોડી રાતે ગામની નજીક હાઇવે હોટલ પર ચા પીવા જતા હતાં.
તે દરમિયાન અંજાર-મુંદરા હાઇવે પર અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ નીતિન અને અશ્વિનનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિરેન્દ્રને અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ યુવાનો સિનુગ્રા ગામનાં મહેશ્વરી સમાજનાં હતાં. જેના કારણે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY