સામખિયાળી – ભચાઉ હાઇવે પર દારૂનો જથ્થો ઝડપાયો: બુટલેગરો પોલીસના સકંજામાંથી બચવા જતા બુટલેગરની કારનો અકસ્માત

0
298

ભુજ :પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ ડી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગાર નાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે સામાખીયાળી-ભચાઉ હાઇવે રોડ ભચાઉ, ભુજ તરફ જવાના રોડના સાઈન બોર્ડ પાસેથી નીચે જણાવેલ મુદામાલ સાથે આરોપી હરદીપસિંહ ઉર્ફે બોમ તથા અશ્વિનસિંહને પકડી પાડી તથા અંગ્રેજી દારૂ ભરાવી આપનાર કાના વેલા બઢિયા એમ ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભચાઉ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

એલસીબીએ અંગ્રેજી દારૂની બોટલો નંગ-216, કિ. રૂ.75600/-, ટાટા નેક્ષોન કાર કિ. રૂ. 500000/- તથા મોબાઈલ ફોન-2 કી. રૂ.13000/- એમ કુલ 5,88,600/- મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબીએ આરોપીઓ 1) હરદીપસિંહ ઉર્ફે બોમ ઘનશ્યામસિંહ જાડેજા 2) અશ્વિનસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા(રહે. બન્ને ખેડોઈ, તા.અંજાર) 3) અંગ્રેજી દારૂ ભરાવી આપનાર કાના વેલા બઢિયા(રહે. જૂની મોટી ચિરઈ, તા.ભચાઉ) પકડી લીધો છે.

આ કામગીરીમાં એલસીબી ના પીએસઆઈ એમ.એસ.રાણા તથા એલ.સી.બી. સ્ટાફનાં એએસઆઇ હરપાલસિંહ જાડેજા,પોલીસ હે.કો. પ્રહલાદસિંહ ચુડાસમા, પુષ્પરાજસિંહ ગોહિલ, દેવરાજભાઈ આહિર,મહેન્દ્રસિંહ જે. જાડેજા તથા પો.કોન્સ. હેતુભા ભાટી જોડાયા હતા.

પત્રકાર ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY