CBSE પેપર લીક,‘હર ચીજમેં લીક હૈ, દેશ કા ચોકીદાર વીક હૈ’: રાહુલ ગાંધી

0
181

ન્યુ દિલ્હી,
તા.૨૯/૦૩/૨૦૧૮

કોંગ્રેસ અધ્યક્ષે ટ્‌વટ કરી નિશાન સાધ્યું,ડેટા લીક,આધાર લીક,દરેક વસ્તુમાં લીક છે

પેપર લીક : હું પણ પિતા છું,આખી રાત્ર સૂઈ નથી શક્યો : જાવડેકર

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે સીબીએસઇ પેપર લીક કેસ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પેપર લીકની ઘટના અંગે જાણીને બુધવારની રાત્રે હું સૂઇ શકયો નહીં. તેમણે એમ પણ કહ્યું કે હું એક પિતા છું, મારા બાળકો પાણ છે અને પેરેન્ટ્‌સ હોવાના નાતે પેપર લીકની ઘટનાથી મને પણ દુઃખ થયું છે. બીજીબાજુ કાંગ્રેસે પણ પેપર લીકને લઇ સરકાર પર જારદાર પ્રહારો કર્યા અને વ્યાપમ અને એસએસસી બાદ સીબીએસઇ પેપર લીકને લઇ સરકાર પર તીખા પ્રશ્નો કર્યા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું ગઇકાલે રાત્રે સૂઇ શકયો નથી. પેપર લીકની ઘટનાથી મને દુખ થયું છે. આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને હું સમજી શકું છું કે વિદ્યાર્થી અને પેરેન્ટસ અત્યારે કંઇ પરિસ્થતિમાંથી પસાર થઇ રહ્યાં છે. પેપર લીકમાં જે પણ લોકો સામેલ છે તેમને કોઇપણ સ્થતિમાં છોડાશે નહીં. પોલીસ ટૂંક સમયમાં જ દોષિતોને પકડી લેશે. જે બાળકોએ પરીક્ષા આપી તેમની પરીક્ષા રદ્દ થવાની પીડા હું સમજી શકું છું.

જાવડેકરે કહ્યું કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હું તેમની પીડા સારી રીતે સમજી શકું છું. કારણ કે હું પણ આ પ્રકારના માહોલમાંથી આવું છું. સીબીએસઇની વિશ્વસનીયતા સારી રીતે પરીક્ષા કંડકટ કરાવા માટે રહી છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ના બને તેના માટે ખાસ સાવધાની રખાશે. જે પણ દોષિત છે તેમને ઝડપથી પકડાશે અને તમારી સામે રજૂ કરાશે.

મોદી સરકારનું નામ પેપર લીક સરકાર હોવું જાઈએ : કોંગ્રેસ

કાંગ્રેસના પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે ‘વ્યાપમ અને એસએસસી બાદ હવે સીબીએસઇના ૩ પેપર લીક થયા છે. વિદ્યાર્થીઓના મતે બીજા પણ પેપર લીક થયા છે. આની પહેલાં ૨૦૧૭માં ધોરણ-૧૨ની પરીક્ષાના મૂલ્યાંકનમાં પણ ત્રુટી હતી. સીબીએસઇના ચેરમેનની પોસ્ટ ૨ વર્ષ સુધી ખાલી કેમ હતી?’

કાંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે મોદી સરકારનું નામ પેપર લીક સરકાર હોવું જાઇએ. બે કરોડ યુવાનોના ભવિષ્ય એસએસસી પરીક્ષાના લીધે દાવ પર છે. હવે ૧૦મા અને ૧૨માના સીબીએસઇના પેપર લીક થવાના લીધે લાખો વિદ્યાર્થીઓની મહેનત ખરાબ થઇ ગઇ.

મોદીજી તમારી સરકારે તમારી એકઝામ વારિયરર્સના જ ભવિષ્યને ખતરામાં નાંખી દીધું છે.

CBSE માં ધોરણ ૧૦ અને ૧૨ના પેપર લીક મામલાએ સૌને કોઈને ચોંકાવી દીધાં છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દરેક વસ્તુમાં લીક, ચોકીદાર છે વીક જેવું ટ્‌વીટ કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. સાથે જ બસ એક વર્ષ વધું જેવું હેશટેગ પણ કર્યું છે.

CBSE માં ધોરણ ૧૦નું ગણિતનું પેપર અને ધોરણ ૧૨નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયાની ઘટના સામે આવી છે. આ મુદ્દે વડાપ્રધાન મોદીએ નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે. પેપર લીક મુદ્દે સંડોવાયેલાં લોકોને પકડવા માટે દિલ્હી ક્રાઈમ બ્રાંચે અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો જ હુમલો કર્યો છે. ગુરૂવારે સવારે રાહુલે ટ્‌વીટ કર્યું કે, “ડેટા લીક, આધાર લીક, SSC EXAM લીક, ELECTION DATE લીક, CBSE પેપર્સ લીક, દરેક વસ્તુમાં લીક છે, ચોકીદાર વીક છે” રાહુલે પોતાના ટ્‌વીટની સાથે ‘બસ એક વર્ષ વધુ’ હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે.

રાહુલે પોતાના ટ્‌વીટમાં પેપર લીક ઉપરાંત અનેક મુદ્દે હુમલો કર્યો છે. જેમાં નરેન્દ્ર મોદી એપની મદદથી ડેટા લીકનો આરોપ, આધાર કાર્ડની જાણકારી લીક થવીઅમિત માલવીય દ્વારા કર્ણાટક ચૂંટણીની તારીખની જાહેરાત જેવાં અનેક મુદ્દાઓ સામેલ છે.

પીએમ નરેન્દ્ર મોદીની નમો એપ પરથી ડેટા લીકનો મામલો ચગ્યો હતો. કોગ્રેસે નમો એપની મદદથી લોકોના પર્સનલ ડેટાને લીક કરવાનો આરોપ પણ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર DELETENAMOAPP અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગત કેટલાંક મહિનાઓમાં રાહુલ ગાંધી ટ્‌વટર પર એક્ટવ રહ્યાં છે. તેઓ સતત પીએમ મોદી એને કેન્દ્ર સરકાર પર કરા પ્રહારો કરી રહ્યાં છે. અગાઉ પણ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અનોખી રીતે કટાક્ષ કર્યો હતો. રાહુલે ટ્‌વટ કર્યુ હતું કે, બિગ બોસને ભારતીયોની જાસૂસી કરવાનો શોખ છે અને નમૌ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેવામાં ભાજપે કોંગ્રેસ પર વળતા પ્રહાર કરીને તેના પર જ ડેટા લીકનો આરોપ લગાવ્યો છે. ભાજપના આઇટી હેડે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના એપ યુઝર્સના ડેટાને સિંગાપોરમાં વિદેશી કંપનીઓને મોકલી રહી છે. ભાજપે કોંગ્રેસની એપને પ્લે સ્ટોર પરથી હટાવી લેવા અંગે સવાલો ઉઠાવ્યાં છે.

ફરીથી પરીક્ષા લેવા સામે વાલીઓ અને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

સીબીએસઈના ૧૦માં ધોરણનું ગણિત અને ૧૨મા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર લીગ થવાના કારણે ફરીથી પરીક્ષ કરાવવા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ છે. દિલ્હીમાં ગુરૂવારે તેઓ જંતર-મંતર પર એકઠા થયા હતા અને સીબીએસઈના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે પોલીસે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે બધા જ વિષયોની પરીક્ષા ફરીથી યોજાવી જાઈએ અથવા તો એક પણ વિષયની નહીં. વાલીઓનું કહેવું છે કે પરીક્ષાના કારણે બાળકો પર માનસિક દબાણ હોય છે. જે બાળકોએ મહેનત અને પ્રામાણિકતાથી પોતાની પરીક્ષા આપી છે તેમને પણ ફરીથી તણાવામાંથી પસાર થવું પડશે.

સીબીએસઈ પેપર લીક : કોચિંગ સેન્ટર ચલાવનાર સંચાલકની ધરપકડ

સીબીએસઈના ૧૦માં ધોરણનું ગણિતનું અને ૧૨માં ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર લીક થઈ જવાને લઈને દેશભરમાં ભાણે ભૂકંપ સર્જાયો છે. આ મામલે વિદ્યાર્થીઓથી લઈને વાલીઓ રસ્તાઓ પર ઉતર્યાં છે. જ્યારે પોલીસે આ મામલે દિલ્હીમાં કોચિંગ સેંટર ચલાવનારા એક સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે.

પેપર લીક મામલે પોલીસને શંકા છે કે, આની પાછળ દિલ્હીના કોચિંગ સેંટરોનો હાથ હોઈ શકે છે. પોલીસે આજે બપોરે દ્વારકા, રોહીણી, રાજેન્દ્ર નગરમાં કેટલાક કોચિંગ સેંટર પર દરોડા પાડ્યાં હતાં. જેમાં આ કેસમાં માસ્ટરમાઈન્ડ ગણાતા વિદ્યા કોચિંગ સેંટરના માલિક વિક્કીની ધરપકડ કરવામાં આવી છે.

પેપર લીક કેસમાં દિલ્હીની ક્રાઈમ બ્રાંચ સીબીએસઈ પાસેથી જાણકારી માંગી છે. આ મામલે સીબીએસઈના અધિકારીઓની પણ પુછપરછ હાથ ધરવામાં આવી શકે છે. તેવી જ રીતે પેપર લીક કૌભાંડ બહાર આવતા સીબીએસઈએ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે.

પેપર લીક,હાથથી લખેલી આંસર સીટ એક દિવસ પહેલાં જ મોકલાવી દીધી હતી….!!!!

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-૧૦ની ગણિત અને ૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવાનનો નિર્ણય લીધો છે. પેપર લીકના આરોપો બાદ સીબીએસઇએ આવું પગલું ભર્યું છે. આ આખા કેસમાં સૌથી હેરાન કરનાર એ વાત રહી કે પેપર લીક કરનારાઓએ સોમવાર સાંજે જ ધોરણ-૧૨ની અર્થશાસ્ત્રની હાથથી લખેલી આંસર શીટ સીબીએસઇ એકડમિક યુનિટને જ મોકલી દીધી. આપને જણાવી દઇએ કે ૧૨માના અર્થશાસ્ત્રની પરીક્ષા મંગળવારના રોજ હતી. એવામાં એ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે જ્યારે એક દિવસ પહેલાં જ સીબીએસઇ ઓફિસને લીક પેપર મળ્યું તો પરીક્ષા થતાં પહેલાં જ કેમ કેન્સલ કરી ના દીધી.

સીબીએસઇએ પોતાની ફરિયાદમાં કહ્યું કે અજાણ્યા શખ્સોની તરફથી ૨૬મી તારીખના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ ૪ પાનાની હાથથી લખેલી આંસર શીટ મળી. આ આંસર શીટ એક લિફાફામાં બંધ કરી સીબીએસઇ એકેડમિક યુનિટને મોકલાયેલી હતી. સ્પષ્ટ જણાઇ રહ્યું છે કે પેપર લીક કરનારાઓએ સીબીએસઇને પડકાર ફેંકયો કે અમને પકડીને દેખાડો અથવા તો કોઇએ જાણી જાઇને લીક કર્યાની માહિતી આપવા માટે આમ કર્યું હશે.પેપર લીક મામલે એસઆઈટીની રચના

પેપર લિક : પોલીસના ઠેર-ઠેર દરોડા,૨૫ લોકોની પૂછપરછ કરાઈ

સીબીએસઈ બોર્ડે ધોરણ ૧૦ના ગણિત અને ધોરણ ૧૨ના અર્થશાસ્ત્રના પેપર લીક મામલે દિલ્હી પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દરોડાની કાર્યવાહી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે દિલ્હીની સાથે સાથે ના અનેક વિસ્તારોમાં પણ કરી છે. ત્યારે પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરી શકે છે. પોલીસ આ મામલે અત્યારસુધીમાં ૨૫ લોકોની પૂછપરછ કરી ચુકી છે ત્યારે આ સંખ્યા વધી પણ શકે છે.
પેપર લીક મામલે તપાસ કરવા દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાંચની એક ખાસ ટીમ રચના કરી છે.

વિશેષ પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ, SIT નું નેતૃત્વ સંયુક્ત આયુક્ત આલોક કુમાર કરી રહ્યાં છે.
તપાસ કરનાર DCP અને ACP રેન્કના પોલીસ કર્મચારીઓઓ સામેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY