ભુજમાં જૂના મનદુઃખના કારણે એક વ્યક્તિ પર ખુલ્લેઆમ ફાયરિંગ

0
59

ભુજના ચાકી જમાતખાના પાસે જૂના મનદુઃખના કારણે એક વ્યક્તિ પર ખુલ્લેઆમ ફાયરિંગ થઈ છે. બે મુસ્લિમ જૂથ વચ્ચે જ જૂના મનદુઃખના કારણે આજે એક વ્યક્તિ પર ફાયરિંગ થઈ છે. ઈસ્માઈલ ઉર્ફે ગગુડો નામના વ્યક્તિ પર ફાયરિંગ થઈ છે. ઈસ્માઈલની કાર સાથે તોડફોડ અને ફાયરિંગ થઈ છે.

જાણવા મળતી વિગત મુજબ આ બનાવ આજે બપોરે બન્યો છે.પોલીસને બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલ પહોચી ગયો છે. ફાયરિંગથી ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યાર બાદ જ વધુ વિગતો જાણવા મળશે.

પત્રકાર ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY