નવા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ કઇ જ્ઞાતિનાં છે? લોકોએ Google પર સર્ચ કર્યું

0
7

આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન જ્ઞાતિના આધારે જ થાય છે…!!?
ન્યુ દિલ્હી,તા.૧૨
જ્ઞાતિવાદનો ભરડો ભારતીયોની રગેરગમાં એટલો વહે છે કે, જ્યાં સુંધી વ્યક્તિ કઇ જ્ઞાતિનો છે તે જાણે નહીં ત્યા સુંધી તેને કબજીયાત રહે છે. પૂર્વ નાણા સચિવ અને હાલનાં નાણા પંચના સભ્ય શક્તિકાંત દાસની રિઝર્વ બેંક ઓફ ઇન્ડયા (RBI)નાં નવા ગવર્નર તરીરે નિમણૂંક પામ્યા છે. ઉર્જિત પટેલે ગવર્નર તરીકે રાજીનામુ આપ્યા પછીનાં ૨૪ કલાકમાં જ તેમની નવા ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જિત પટેલને મોદી સરકાર સાથે કેટલાક નીતિ વિષયક બાબતે વાંધાઓ હતા તે હવે જગ જાહરે છે.
૨૦૧૬માં જ્યારે મોદીએ નોટબંધી લાદી ત્યારે શક્તિકાંત દાસ કેન્દ્ર સરકાર વતી આ નિર્ણયને બચાવ કરતા હતા. તે વખતે તેઓ લગભગ રોજ પત્રકાર પરિષદો કરતા હતા.
જા કે, હવે જ્યારે તેમની આરબીઆઇનાં ગવર્નર તરીકે નિમણૂંક થતાની સાથે જ, ભારતીયોએ ગૂગલ પર શક્તિકાંત દાસ કઇ જ્ઞાતિનાં છે તે સર્ચ કરવાનું શરૂ કર્યુ હતું અને શક્તિકાંત દાસ કાસ્ટ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ પહેલા મંગળવારે ગૂગલ પર શક્તિકાંત દાસની શૈક્ષેણિક લાયકાત વિશે લોકો સર્ચ કરતા હતા.
ભારતમાં લોકશાહી આવી પણ લોકોએ તેમની જ્ઞાતિની માનસિક્તા ન છોડી. ૨૦૧૮માં ભારતે અવકાયયાન છોડ્યા અને પ્રગતિશીલ દેશોને પણ પછાડ્યા આમ છતાં લોકોની માનસિક્તા બદલાતી નથી અને આ જમાનામાં પણ વ્યક્તિના લાયકાતનાં બદલે તેની જ્ઞાતિને મહત્વ આપે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY