પિયત સુવિધા ધરાવતા ખેડૂતોને વિનામૂલ્‍યે ઘાસચારા કીટ અપાશે

0
42

ભુજ : કચ્‍છ જિલ્‍લામાં ચાલુ ખરીફ ઋતુ-૨૦૧૮માં સરેરાશ ૧૧૧ મી.મી. જેટલો ઓછો વરસાદ થવાને કારણે મર્યાદી ઘાસચારો પેદા થયેલ અને અછતની પરિસ્‍થિતિ ઉભી થયેલ છે. જેને ધ્‍યાને લઇને રાજય સરકાર દ્વારા સમગ્ર કચ્‍છ જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવામાં આવેલ છે. કચ્‍છ જિલ્‍લામાં પશુ ગણતરી-૨૦૧૨ મુજબ ઉપયોગી પશુઓની સંખ્‍યા ૯,૫૮,૮૨૯ જેટલી છે. જેને ધ્‍યાને લઇને આગામી રવિ તથા ઉનાળુ ઋતુમાં પુરતા પ્રમાણમાં પશુઓને ઘાસચારો ઉપલબ્‍ધ થાય તે હેતુથી ખેતીવાડી શાખા જીલ્‍લા પંચાયત દ્વારા રૂ.૬૩ લાખના ખર્ચે મકાઇ, હા.જુવાર, હા.બાજરા તથા રજકાના ૫૯૮૦ ઘાસચારા કિટનું વિનામૂલ્‍યે વિતરણ જિલ્‍લાના ખેડૂતોને કરવામાં આવી રહયું છે. જે ખેડૂતો પિયતની સુવિધા ધરાવતા હોય તે ખેડૂતોને વિનામૂલ્‍યે ઘાસચારા કિટ મેળવવા માંગતા હોય તેઓએ ગ્રામસેવકનો સંપર્ક કરી કિટ મેળવવા અંગે નોંધણી કરાવવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી, જિલ્‍લા પંચાયત-કચ્‍છ દ્વારા અનુરોધ કરાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY