અનુ મલિકે મારા પતિ સમક્ષ મને કહી હતી ‘માલ’: સોના મહાપાત્રા

0
13

મુંબઈ,તા.૧૨
મીટૂ કેમ્પેઇન પર વાત કરતા સિંગર સોના મહાપાત્રાએ પ્રખ્યાત સંગીતકાર અનુ મલિક પર તેનું ઉત્પીડન કરવાનો આરોપ લગાવવામાં આવેલ છે. ગાયિકાનું કહેવું એમ છે કે અનુએ વધારે સમય સુધી રાત્રીનાં રોજ ફોન કરીને તેને પરેશાન કરી. તેઓ ફોન કરીને અજીબ વાતો પણ કરતા હતાં. એક વાર તો તેઓએ અનુને તેઓને ચટાકેદાર ‘માલ’ પણ કહ્યું હતું. સોનાએ સિંગર કૈલાશ ખેર પર પણ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
૧૨ વર્ષ પહેલા વાક્યા સોના મહાપાત્રાએ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂમાં પોતાનાં આ કડવા અનુભવને શેર કર્યો હતો. સોના મહાપાત્રાએ જણાવ્યું કે ૨૦૦૬માં એક કાર્યક્રમમાં તેઓની અનુ મલિક સાથે મુલાકાત થઇ. ત્યાર બાદ તેઓએ મને અને મારા પતિ રામ સંપતને પણ ખાવા માટે બોલાવ્યાં.
તેઓને માલૂમ ન હોતું કે અમારા લગ્ન થઇ ચૂક્્યાં છે. મારા રેસ્ટ રૂમમાં જવા પર અનુએ કહ્યું કે,”ક્યા માલ હૈ સંપત”. સોનાનું કહેવું એમ છે કે અનુ મલિક તેને રાત્રીનાં રોજ ફોન કરીને પરેશાન કરવા લાગ્યાં. આ ઘણાં બધાં દિવસો સુધી ચાલ્યું.
સોના મહાપાત્રાએ ગાયક કૈલાશ ખેર પણ ખરાબ વર્તન કર્યાનો આરોપ મૂક્્યો છે. સોનાએ ટ્વિટર પર જણાવ્યું કે જ્યારે હું એક કોન્સર્ટને વિશે વાત કરવા માટે કૈલાશ સાથે એક કાફેમાં મળી હતી ત્યારે તેઓએ વાત ખતમ થયા બાદ તેઓએ મારી જાંઘ પર હાથ રાખતા કહ્યું હતું કે આપ ખૂબ સુંદર છો. સારું થયું કે આપનાં મેરેજ એક એક્ટર સાથે ના થયા પરંતુ એક ગાયક સાથે થયાં. કૈલાશ ખેરની આ હરકત બાદ સોના તુરંત જ ત્યાંથી ચાલી ગઇ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY