ભુજ કચ્છ: કચ્છ જીલ્લામાં અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાના સુચનાથી અને એલ.સી.બી.,ભુજના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.ઔસુરા તથા પોલીસ સબ ઇન્સ. એચ.એસ.તીવારીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના સભ્યો મુંદરા તાલુકામાં વિસ્તારના ગામડાઓમાં આજરોજ તા.ર૬/૧૧/૧૮ ના રોજ પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ ફરતા ફરતા મુંદરા તાલુકાના છસરા ગામના પાટીયા પાસે આવતા ખાનગી અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે છસરા ગામની એક વાડી પર ખેત મજુરીકામ કરતાં બાબુ દેવા કોલી,ઉ.વ.૩૬,રહે.છસરા,તા.મુંદરા વાળાના કબજામાંથી એક ગેરકાયદેસરની હાથ બનાવટની સીંગલ બેરલ દેશી બંદુક કી.રુ.૧૦૦૦/- ની મળી આવેલ હોય જેથી મજકુર બાબુ દેવા કોલીને આ દેશી બંદુક બાબતે લાયસન્સ અથવા કોઇ સરકારી આધારો હોય તો બતાવવા જણાવતાં તેની પાસે બંદુક બાબતેના કોઇ આધાર કે લાયસન્સ ન હોવાનુ જણાવતાં મજકુર આરોપી બાબુ દેવા કોલી, ઉ.વ.૩૬, રહે.છસરા,તા.મુંદરા વાળાને કાયદેસર અટક કરેલ અને આ બાબતે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે જેની આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજએ સંભાળેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








