ભુજ ખાતે ક્લસ્ટર લેવલ રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર પ્રેરણા શિબિર યોજાઇ

0
30

ભુજ : જિલ્લા રોજગાર કચેરી, ભુજ અને યુનિવર્સીટી રોજગાર કેન્દ્ર ભુજ દ્વારા ગઇકાલ તા. ૨૭-૧૧-૨૦૧૮ ના રોજ આર.આર.લાલન કોલેજ, ભુજ ખાતે ક્લસ્ટ લેવલનો રોજગાર ભરતીમેળો, એપ્રેન્ટીસ ભરતીમેળો તથા સ્વરોજગાર પ્રેરણા શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુલપતિ સી.બી. જાડેજા, કચ્છ યુનિ.,અતિથી વિશેષ તરીકે જે.ડી જેઠવા સાહેબ, ના.નિયામક (રોજગાર), મહાનુભાવ તરીકે જયકુમાર શાહ,નાયબ કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમ.કે. પાલા જિલ્લા રોજગાર અધિકારી, ભુજ-કચ્છ,  ડી.એ. પરમાર પરમાર, નાયબ વડા, યુ.ઈ.બી., ભુજ-કચ્છ, તથા આઈ.ટી.આઈ., ભુજનો સ્ટાફ અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહયા હતા. વિવિધ નોકરીદાતાઓ દ્વારા ઉપસ્થિત બેરોજગાર ઉમેદવારોના સ્થળ પર જ ઈન્ટરવ્યું લેવામાં આવ્‍યા હતા.

આ ભરતીમેળામાં ૯૦ નોકરીદાતાઓ તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહયા હતા. કુશળતા તાલીમ (સ્કીલ ટ્રેઈનીંગ) આપનાર દેના ગુજરાત ગ્રામિણ બેંક, ભુજોડી, આઈ.સી.એ., PMKK સેન્ટર મીરઝાપર, ટાટા પાવર ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ, વગેરે ટ્રેઈનીંગ એજન્સીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ.કે. પાલા દ્વારા કરવામાં આવેલ. તેમાં તેમણે જણાવેલ કે આ ભરતી મેળામાં ઉમેદવારોને સ્થળપર ઈન્ટરવ્યું લેવામાં આવશે,એપ્રેન્ટીસ ઈચ્છુકો માટે એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન તથા સ્વરોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે સહયોગી અન્ય કચેરીઓ / એજન્સીઓ જેમકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, PMKK તેમજ દેના ગ્રામિણ બેંકનીકામગીરી સહ જરૂરી સહયોગ અને સહકાર બાબતે જણાવી ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્‍યું હતું.

કચ્છ યુનિવર્સીટીના માન. કુલપતિ સી.બી. જાડેજા સાહેબે ઉમેદવારોને ભરતીમેળામાં સારી રીતે ઈન્ટરવ્યું આપીને સફળતા પૂર્વક નોકરી મેળવવા જણાવેલ. જોબસીકર તરીકે નહિ પરંતુ જોબ ક્રિએટર બનવા માટે ઉમેદવારોને જણાવેલ હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી જયકુમાર શાહએ સરકારની વિવિધ સ્વરોજગાર યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

એપ્રેન્ટીસ એડવાઇઝર જે.સી. બારોટ દ્વારા એપ્રેન્ટીસમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાના રજીસ્ટ્રેશન અંગેની માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ  દિનેશ પરમાર, નાયબ વડા,યુ.ઈ.બી., ભુજ દ્વારા કરવામાં આવેલ.આ ભરતીમેળામાં રોજગાર કચેરીના કોઉંન્સલર રામજી બરારીયા દ્વારા એન્કરીંગ કરવામાં આવેલ. માહિતી ખાતાની કચેરી દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને ઉપયોગી સાહિત્યનું વિતરણ કરાયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY