ધોરણ દસ માં અભ્યાસ કરતો વિપુલ વસાવા દિવાળીની રજા માં ઘરે ગયા બાદ પિતા એ રાજપીપળા શાળા માં આવવા ડેડીયાપાડા થી બસ માં બેસાડી મોકલ્યા બાદ લાપતા
રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના ભૂતબેડા ગામમાં નિશાળ ફળિયા માં રહેતા નરેશભાઈ ગંભીરભાઈ વસાવા પોતે ખેડૂત છે એમનો પુત્ર મિતુલ વસાવા (15) રાજપીપળા આદર્શ નિવાસી શાળા માં રહી ધોરણ દસ માં અભ્યાસ કરતો હોય પરંતુ દિવાળી ની રજા માં એ પોતાના ઘરે ભૂતબેડા આવ્યો ત્યારબાદ બે ત્રણ દિવસ માં શાળા ચાલુ થવાની હોય પિતા નરેશભાઈ એને ગત તારીખ 23 નવેમ્બર ના રોજ બપોરે 2.30 વાગે ડેડીયાપાડા થી રાજપીપળા જતી બસ માં બેસાડી બસ ઉપડ્યા બાદ ઘરે ગયા પરંતુ બીજા દિવસે ખબર પડી કે મિતુલ શાળા એ પહોંચ્યો નથી ત્યારે પરિવાજનો એ તેની તમામ જગ્યા એ શોધખોળ કરવા છતાં એનો ક્યાંયે પતો ન લાગતા પિતા નરેશભાઈ એ ડેડીયાપાડા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે મિતુલ ને કોઈ અજાણ્યો વ્યક્તિ ક્યાંક અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.
હવે મિતુલ નું અપહરણ થયું કે એ પોતે ક્યાંક ચાલ્યો ગયો હશે..? એ દિશા માં પોલીસ તપાસ કરશે પરંતુ એના પિતા નરેશભાઈ ના જણાવ્યા મુજબ એ અગાઉ પણ ઘણી વખત રીતે ડેડીયાપાડા થી બસ માં રાજપીપળા એકલો ગયેલો છે ત્યારે આ વખતે ક્યાં ગયો કે શું થયું એ તપાસ નો વિષય છે હાલ તો પોલીસે અપહરણ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





