કરજણ ડેમ માંથી ત્રીજે દિવસે પણ પાણી છોડતા પાક સહિતને નુકશાન

0
26

ભરૂચ સુધી નર્મદા નદીને જીવંત કરવા 50 એમસીએમ થી વધુ પાણીની જરૂર પડે : ત્રીજે દિવસે પણ પાણી છોડવાનું ચાલુ રખાયું 

ભરૂચ પાણી પહોંચાડવાની લાયમાં પાણી છોડતા કરજણ નદીના પટમાં ઉગેલો પાક ધોવાયો : કરજણ ઓવારા પાસે બનતા બ્રીજનું કામ પણ ધોવાઈ ગયું. 

ભરૂચ વિસ્તારના ઘાટો પર આ વર્ષે કરજણ નદીના પાણીથી કરજણ જયંતિ ઉજવાશે 

રાજપીપળા: નર્મદા જયંતિને લઈને સૂકી ભટ્ટ નર્મદા નદીને  કરજણ નદીના પાણીથી ભરી સરકાર લીપાપોથી કરી રહી છે. અને સંતોષ માણી રહી છે કે સાધુ સંતો અને ભક્તો ખુશ થશે, અને નર્મદા જયંતિનો પર્વ ધામધૂમથી ઉજવશે, પણ સરકાર ના આ નિર્ણયથી નહી સાધુ સંતો ખુશ થશે કે નહિ ભક્તો ખુશ થશે,ઉલ્ટાના ખેડૂત વર્ગ નારાજ થઇ રહ્યો છે માટે સરકાર કરજણ માંથી પાણી છોડવાનું બંધ કરે અને પાણીનો સંગ્રહ થવાદે તે જરૂરી બું છે. સરારના આ નિર્ણયથી નર્મદા જયંતિને જગ્યાએ પહેલીવાર કરજણ જયંતિ ઉજવાશે કેમ કે નર્મદામાં વહેતુ પાણી કરજણ નદીનું છે, ત્યારે હવે ભક્તો આ પાણીમાં સ્નાન, પૂજાનો લ્હાવો લેશે. પરંતુ તજજ્ઞોનું માનવું છે કે આ સૌથી ઉંડી અને પહોળી નદી હોય પાણીની માત્રા વધુ હોવી જોઈએ 15 મિલિયન ક્યુબિક મીટર થી ભરૂચ સુધી પાણી પહોંચે નહિ. ભરૂચ સુધી પાણી પહોંચાડવું હોય તો ઓછામાં ઓછું 50 મિલિયન ક્યુબિક મીટર પાણી જોઈએ પરંતુ એટલું છોડવું શક્ય નથી. જેથી આ વર્ષે પણ ઓછા પાણીથી નર્મદા જયંતિ ઉજવાશે.

કરજણ જળાશય યોજના એક નાનો ડેમ છે જેની મહત્તમ સપાટી 116 મીટર છે. આજે કરજણ ડેમની સપાટી 106.22 મીટર છે અને પાણી છોડવાનું શરૂ કર્યું અને આજે ત્રીજો દિવસ છે, ત્રણ દિવસમાં 5 મીટર સપાટી ઘટી છે. અને જીવંત જથ્થો પણ 341.52 મીટર છે ત્યારે કરજણ ડેમમાં થી પાણી ઘટી રહ્યું છે. પણ જેનો ઉપયોગ કઈ લાગતું નથી નર્મદા નદીના પટ માં આ 15 mcm પાણી સમાઈ ગયું છે. ત્યારે હજુ કેટલું પાણી છોડવામાં આવશે જે હાલ કરજણ જળાશય ના અધિકારી ને પણ નથી ખબર કે કઈ સુધી પાણી છોડવાનું છે.ત્યારે કરજણના પાણીનો વેડફાટ કરતી સરકાર સામે ભરૂચ નર્મદાના ખેડૂતો રોષ પ્રકટ કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY