મેટ્રો ટ્રેનના ચાર કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા

0
6

કચ્છ,તા.૨૯
મેટ્રો ટ્રેનના ચાર કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયા. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગેથી આ મેટ્રો ટ્રેનના કોચ લાવવામાં આવ્યાં હતા. જેને લઈને મેગા કંપનીના અધિકારીઓ પણ મુન્દ્રામાં હાજર રહ્યા હતા. આજે સાંજ સુધી આ કોચ અમદાવાદ પહોંચી જશે અને ૧૫ તારીખે તેની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે. કુલ ૬ કિલોમીટરનો આ ટ્રાયલ રન હશે.
આ ટ્રાયલ રનને લઈને મેગા એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જમીનની નીચે પણ ટનલ બનાવવામાં આવી છે. ત્યારે મેટ્રો મામલે મેગા કંપનીના અધિકારી આઈ.પી.ગૌતમે પત્રકાર પરિષદ સંબોધીને તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે સાંજ સુધી કોચ અમદાવાદ આવી જશે, જેના બાદ ૧૫ તારીખ બાદ પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે.
પત્રકાર પરિષદમાં જણાવાયું કે, માર્ચ મહિનાથી શહેરમાં મેટ્રો ટ્રેન દોડશે. મુંદ્રા પોર્ટ ખાતે ઉતરેલા ત્રણ કોચ આજે સાંજ અથવા સોમવાર સવાર સુધીમાં અમદાવાદ એપરલ પાર્ક ખાતે આવેલા મેટ્રોના ડેપો ખાતે પહોચશે. જેને લઈને ૧૫મી તારીખ પછી પ્રથમ ટ્રાયલ રન હાથ ધરાશે. જાપાનની મેલ્કો કંપની અને હ્યુન્ડાઇ રોટમ કંપનીના ઇજનેરો દ્વારા ૧લી જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી સુધી ટેસ્ટ ટ્રાયલ કરશે. કંપનીના ટેસ્ટ ટ્રાયલ પુર્ણ થયા બાદ ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા અને રેલવેની સંસ્થા રીસર્ચ ડિઝાઇન સ્પેસિફીકેશન ઓર્ગેનાઇઝેન દ્વારા સલામતીનું ટેસ્ટીંગ કરામાં આવશે અને ત્યાર બાદ માર્ચ મહિનાથી જાહેર જનતા માટે મેટ્રો ટ્રેન ખુલ્લી મુકવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY