ધ્રાંગધ્રા સબજેલમાંથી હથોડી-ટાંકણા મળી આવતા વિવાદમાં સપડાઈ

0
10

સુરેન્દ્રનગર,તા.૨૯
સુરેન્દ્રનગર સબજેલમાં સબસુરક્ષિત હોવાના દાવા પોકળ સાબિત થયા છે. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબજેલમાંથી ફરી એકવાર બિનઅધિકૃત ચીજવસ્તુઓ મળી આવતા ફરી એકવાર સબજેલ વિવાદમાં સપડાઈ છે. સેશન્સ જજ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
જેમાં ચેકિંગ દરમિયાન હથોડી, ટાંકણા મળી આવ્યા હતા. સબજેલમાં આવેલા મંદિર પાસેથી આ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સબજેલમાંથી આ રીતે બિનઅધિકૃત ચીજવસ્તુઓ મળી આવી છે. ત્યારે ફરી એકવાર બનેલી ઘટનાએ ચર્ચા ઊભી કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયગાળાથી જેલમાંથી મોબાઇલ, માવા, તથા અન્ય કેટલીક બિનઅધિકૃત વસ્તુઓ મળી હોવાના પ્રસંગો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એકવખત ધાંગ્રધા સબજેલમાંથી બિનઅધિકૃત વસ્તુઓ મળી આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
જિલ્લાના સેશન્સ જજ અને તેમની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા ધ્રાંગધ્રા ખાતે આવેલી સબજેલમાંથી હથોડી અને ટાંકણા મળી આવતા વિવાદ સર્જાયો હતો. જા કે, આ હથોડી અને ટાંકણા જેલમાં કેવી રીતે આવ્યા તે અંગે પણ કેટલાય સવાલોની હારમાળા સર્જાઇ હતી. હાલ, આ ઘટનાને પગલે સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા કોઇપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY